અંબાજીઃ આજે પોષ મહિનાની પૂનમ છે. જેની ગુજરાતના યાત્રા સ્થાનોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અંબાજીમાં આ દિવસ માતાના પ્રાગટ્યોત્સવ તરીકે તો ખેડામાં બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોષ સુદ પુર્ણિમા એટલે કે પોષી પૂનમની આજે અંબાજી અને સંતરામપુરમાં ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડાના સંતરામ મંદિરે પોષી પૂનમની બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. જો બાળક બોલતું ન હોય તો અહીં બોર ઉછાળવાની માનતા માનવામાં આવે છે. બાળક બોલતું થાય તો પોષી પૂનમે અહીં લાખો ભક્તો બોર ઉછાળીને તેમની માનતા પુરી કરે છે.


આ પણ વાંચોઃ ઉચ્ચ અભ્યાસ કરેલા દેશ-વિદેશના કુલ 46 નવ યુવાનોએ મહંતસ્વામીના હસ્તે દીક્ષા લીધી


પોષી પૂનમને મા અંબાના પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ દિવસે ખાસ યજ્ઞ કરવામાં આવે છે. ભક્તો પણ દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે. કહેવામાં આવે છે કે વર્ષ દરમિયાન જે શ્રદ્ધાળુઓમાં અમારા મંદિરે દર્શને જતા હોય છે ત્યારે આ પાટોત્સવ એટલે કે માતાજીને પોષસુદ પૂર્ણિમા નો દિવસ જે છે માતાજી પોતે હાથી ઉપર સવાર થઈ અને જે ભક્તો ને દર્શન આપવા માટે નગર યાત્રા માટે નીકળતા હોય છે.


પોષી પૂનમે શક્તિપીઠ દર્શનનો અનેરો મહિમા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે અનેક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આજરોજ પોષી પૂનમના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં મહાકાળીના ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.આજરોજ નિજ મંદિરને પણ ખાસ શણગારવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ પંકજકુમારને એક્સટેન્શન ન મળ્યું તો આ IASમાં થશે સીધી CS બનવાની સ્પર્ધા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube