Ayurvedic syrup kheda Nadiad suspicious death updates : 5 લોકોનો જીવ ભરખી જનાર ખેડાના સિરપ કાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યું છે. આરોપીઓ વડોદરાથી સિરપ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. મોતના સિરપકાંડમાં વડોદરાના આરોપીનું નામ ખૂલ્યું છે. સિરપકાંડમાં નીતિન કોટવાનીની સંડોવણી સામે આવી છે. નીતિન કોટવાણી અગાઉ ડુપ્લીકેટ સેનિટાઈઝરમાં પકડાઈ ચુક્યો છે. ત્યારે વડોદરાના આરોપીને પકડવા પોલીસ દોડતી થઈ છે. આરોપીનું હાલનું લોકેશન પોલીસને મુંબઈનું મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન પહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝર અને દારૂની ફેક્ટરી ચલાવતો
ખેડાના સિરપ કાંડને લઈ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતાજણાવ્યું કે, ખેડાના શિરપ કાંડમાં વડોદરામાં અગાઉ પકડાયેલા આરોપીઓના નામ ખુલ્યા છે. આ માટે ખેડા પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી છે. વડોદરા પોલીસના તમામ અધિકારીઓ આરોપીઓને શોધવામાં કામે લાગ્યા છે. નીતિન કોટવાની અગાઉ વડોદરામાં ડુપ્લીકેટ સેનેટાઈઝર અને દારૂની ફેક્ટરી ચલાવતો હતો. આ આરોપી હાલમાં વડોદરામાં નથી રહેતો, પરંતું આરોપી નીતિનનું લોકેશન અગાઉ લુણાવાડા હતું, હાલમાં મુંબઈમાં હોવાનુ સામે આવ્યું છે. વડોદરા પોલીસ તમામ મેડિકલ સ્ટોર, ગોડાઉન, પાનના દુકાન અને ગલ્લામાં તપાસ કરી રહી છે. ગેરકાયદેસર રીતે સિરપ વેચતા લોકોને પોલીસ કમિશનરે કડક ચેતવણી આપી છે. 


કપડાં કાઢી ફોટોગ્રાફ મોકલ નહીં તો તારી ચેટ તારા પતિને મોકલીશ, અમદાવાદની પરિણીતા ભરાઈ


નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ખોલી હતી 
નડિયાદના સીરપ કાંડમાં પકડાયેલો આરોપી વડોદરાનો હોવાનું ખૂલ્યું છે. આરોપી નીતિન કોટવાનીના વિરૂદ્ધ એપ્રિલ 2021 માં નકલી સેનેટાઈઝર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં લાખોનું નકલી સેનેટાઈઝર અને રો-મટિરિયલ ઝડપાયું હતું. તે ગોરવા તળાવ પાસેના શિવભક્તિ ફલેટમાં રહેતો હતો, ત્યારબાદ આરોપી મકાન વેચી મુંબઈ શિફ્ટ થયો. ડિસેમ્બર 2021 માં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સાંકરદા ગામમાંથી ઝડપાઈ હતી. 


હવે ગુજરાતીઓને મલેશિયા જવા માટે મુંબઈ જવાનો ધક્કો નહિ ખાવો પડે, શરૂ થઈ નવી સુવિધા


ખેડાના ડીએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આ આરોપીઓ દ્વારા KALMEGHASAVA ASAVA ARISHTA નામની આયુર્વેદીક ઔષધી તરીકે વપરાતી પ્રોડક્ટની ખોટા અને બનાવટી લેબલ લગાવેલી બોટલો મંગાવી વેચાણ કરાતું હતું. આ બોટલોમાં રહેલ પીણું મીથાઇલ આલ્કોહોલ યુક્ત હોવાનુ અને આ પીણું પીવાથી પીનાર વ્યક્તિને શારીરીક નુકશાન થઇ શકે છે. તમામ સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૨૮, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૭૪, ૨૭૫, ૨ ૭૬, ૩૪, ૨૦૧ તથા ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(એ)મુજબ ગુનો નોંધાયો છે. નડિયાદ તાલુકા ના બિલોદરા ગામ ખાતે 55 થી વધુ માણસોએ આર્યુવેદિક સીરપ પીધું હતું, જેમાંથી બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામના પાંચ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ હોસ્પિટલ સારવાર હેઠળ છે.


હાલ સમગ્ર કેસમાં ત્રણની ધરપકડ કરાઈ છે. જેઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાશે. સિરપ વેચનાર કિશોર સોઢા કિરાણા સ્ટોર ચલાવે છે, કિશોર સોઢાના ભાઈ ઈશ્વર ભાઈ પણ દુકાને વેચતા હતા. યોગેશ સિંધા નામના વ્યક્તિ પાસેથી સિરપ લાવવામાં આવ્યા હતા. જે વડોદરાના નિતિન અને ભાવેશ પાસેથી લાવવામાં આવ્યા હતા. સિરપ વડોદરા દિવાળી પહેલાં મેળવ્યું હતું. 


આ શ્રાપને કારણે રાધા-કૃષ્ણના લગ્ન ન થયા, અને તેઓ ક્યારેય એક ન થયા