નચિકેત/ખેડા: જિલ્લાના ખેડા શહેરમાં દીપાવલી પર્વની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે. ખેડા શહેરની મધ્યમાં આવેલ પરા દરવાજાના કાછીયાવાડ અને ભાવસાર વાડ વચ્ચે આસોસુદ બીજ ભાઈબીજના દિવસે રાત્રે હવાઈ અને કોઠી યુદ્ધ રમાય છે. આ યુદ્ધના માધ્યમથી અહીંના લોકો દીપાવલી પર્વની ઉજવણી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો છેલ્લા 40 વર્ષથી આ પરંપરાથી કોઠી સામ સામે રમી અને એકબીજાને સામસામે કોઠી મારી એકબીજાને પાછળ ધકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખેડા શહેરમાં આ રીતે હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની પરમ્પરા છે. જે છેલ્લા 40 વર્ષોથી ચાલે છે અને આ રીતે અનોખી રીતે દીપાવલી ઉત્સવ મનાવવામાં આવે છે.


'હું અહીંના લોકોની બધી જ મદદ કરીશ, પણ પોલીસ ભરતીમાં કોઈ જ કામ નહીં કરું': ગૃહમંત્રી


ખેડામાં છેલ્લા ઘણા વરસોથી કોઠીયુદ્ધની રમત રમાય છે. જેના માટે કોઠીઓ બનાવવાની શરૂઆત નવરાત્રી પહેલાં જ કરી દેવામાં આવે છે. ત્યારબાદ કાચો માલ તૈયાર થયા પછી બંને પક્ષના ખેલૈયાઓ વસો ગામે જઇને કોઠીઓ, દારૂખાનુ ભરાવે છે અને બેસતા વરસે અને ભાઇબીજ પર સામસામે ફોડે છે.



તમને જણાવી દઈએ કે, આ રમત એકબીજાને દઝાડવા માટે નહીં પરંતુ શોખથી રમત રમે છે. તેના માટે ખેલાડીઓ કોઠી યુદ્ધમાં ઉતરતા પહેલાં પાણીથી પેન્ટ પલાળી દે છે અને હાથે ગ્લોવ્ઝ રાખે છે અને કોઠી લઇને સામસામે રમે છે. આ રમતમાં ઘણા ખેલૈયાઓ રમત રમતાં દાઝી પણ જાય છે. કોઠી યુદ્ધ પહેલાં બંને બાજુ સામસામે હવાઇ નાખવામાં આવે છે. ત્યારબાદ કોઠીયુદ્ધની શરૂઆત થાય છે. બંને દિવસ ગુજરાતભરમાંથી લોકો જોવા ઉમટી પડે છે. 


અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગ શું કહે છે?


અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી રમત ચાલતી આવી છે અત્યારે આટલી મોંઘવારી હોવા છતાં પણ બંને સમાજના યુવાનો પોતાના મોજશોખ માટે આખું વર્ષ બચત કરેલા પૈસાથી કોઠીઓ લાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube