ગાંધીનગર : ખેલ મહાકુંભ:૨૦૨૨ નું આયોજન સરકાર કરવા જઇ રહી છે. રાજ્યના યુવાનો ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવે અને ભાગ લે તે માટે  રાજ્યના યુવાનોને અપીલ કરવામાં આવી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમામ યુવાનો ઉત્સાહભેર આ સરકારી આયોજનમાં ભાગ લે તે ખુબ જ જરૂરી છે. ચાલુ વર્ષે ખેલમહાકુંભમાં ૨૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલમહાકુંભના આયોજનની સંભવિત તારીખ ૧૪ માર્ચ ૨૦૨૨ થી ૦૧ મે ૨૦૨૨ હોવાનો પણ તેમણે અંદાજ વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT: આપણે હિજાબની વાતો કરતા રહ્યા અને અહીં હજારો લોકોનાં જીવ જતા જતા બચી ગયા, ચોંકાવનારો બનાવ


રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજયના યુવાઓને રમત ગમત ક્ષેત્રે  પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરી તેનો મુખ્ય આશય લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજયકક્ષા સુધીની વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખેલમહાકુંભમાં ૨૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ વર્ષે ખેલમહાકુંભનુ આયોજનતા:૧૪/૦૩/૨૦૨૨ થી તા:૦૧/૦૫/૨૦૨૨ દરમિયાન યોજવાનુ સંભવત આયોજન છે. 


GUJARAT CORONA UPDATE: નવા 367 કેસ, 902 રિકવર થયા, 4 નાગરિકોનાં મોત


મંત્રીએ ઉમેર્યુ કેરખેલમહાકુંભનું સુચારૂ આયોજન થાય તે માટે સૂચનો મેળવવા રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિમાગ દ્વારા તા:૦૫/૦૧/૨૦૨૨ના રોજ ટ્રાન્સ્ટેડીયા, અમદાવાદ ખાતે શક્તિદૂત ખેલાડીઓ, કોચીઝ, વ્યાયામ શિક્ષક તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વખતે ખેલ મહાકુંભના ભવ્ય આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “કર્ટેન રેઇઝર” કાર્યક્રમ તા:૧૭/૦૨/૨૦૨૨ના રોજ અમદાવાદ મુકામે કરવામાં આવેલ. તેમાં ગુજરાતભરમાંથી આશરે ૩,૭૫,૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. મંત્રીએ ઉમેર્યુ કે,ખેલ મહાકુંભમા ભાગ લેવા માટે વેબસાઇટ: khelmahakumbh.gujarat.gov.in પરથી ૨,૬૭,૮૮૧ લોકોએ તા:૨૨/૦૨/૨૦૨૨ સુધીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ રાજ્યના યુવાનો ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવે અને ભાગ લે તે માટે મારી રાજ્યના યુવાનોને નમ્ર અપીલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube