GUJARAT: આપણે હિજાબની વાતો કરતા રહ્યા અને અહીં હજારો લોકોનાં જીવ જતા જતા બચી ગયા, ચોંકાવનારો બનાવ

GUJARAT: આપણે હિજાબની વાતો કરતા રહ્યા અને અહીં હજારો લોકોનાં જીવ જતા જતા બચી ગયા, ચોંકાવનારો બનાવ
  • હાલ સમગ્ર દેશમાં બુરખા અને હિજાબનો વિવાદ જોરશોરથી ચર્ચાઇ રહ્યો છે, જેના કારણે મહત્વના સમાચારો પર લોકોની નજર જ નથી પડતી
  • અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કે, જો યોગ્ય સમયે જાણ ન થઇ હોત તો આજે આખુ ગુજરાત રડતું હોત

મૌલિક ધામેચા /અમદાવાદ : મોરૈયા રેલવે સ્ટેશનમા ફરજ બજાવતા ટ્રેક મેન્ટનર અને કીમેન મોરૈયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે પાટાના જોઈન્ટ, વેલ્ડીંગ ,પોઇન્ટ્સ ના બોલ્ડ,સલેપાટ ચેક 10 મીટરના ગાળામાં પાટા પર પ્રેશર મેન્ટેન માટે લગાવામાં આવેલ 134 સલેપાટના 286 એન્કર અજાણ્યા વ્યક્તિઓએ કાઢી ઝાડી ઝાખરમાં ફેંકી દીધા હતા. જેને પગલે સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના મોરીયા રેલવેટેશન ખાતે પાંચ માસથી ટ્રેક મેન્ટેનર તરીકે નોકરી કરતા અમહમદ હુસેન મન્સૂરીએ સાબરમતી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ૨૧મી ફેબ્રુઆરીના રોજ મોંરૈયા રેલ્વે સ્ટેશનથી મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે તેમની સાથેના કી મેન મદનલાલ પાલ સાથે ટ્રેક ઉપર ERC, પાટાના જોઈન્ટ વેલ્ડીંગ, પોઇન્ટના બોલ્ટ, રેલ ફ્રેકચર, સલેપાટ, વગેરે ચેક કરવાની કામગીરી કરતા હતા ત્યારે મોરયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે પાટા પર સલેપાટ ઉપર 134 સ્લીપર ઉપર પાટાની આજુબાજુએ 286 એન્કર નીકળેલા હતા. જેના પગલે ટ્રેક મેન્ટેનર અહમદ હુસેન અને કી મેન મદાનલાલે તેની જાણ મોરૈયાં રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર અને ધોળકા CPW ની જાણ કરી હતી. 

ઘટનાની ગંભીરતાને જોતા સમયસૂચકતા વાપરીને ધોળકા તરફથી આવતી માલગાડીને મટોડા રેલ્વે સ્ટેશન ખાતે જ અટકાવી દેવામાં આવી હતી. માલગાડી અહીંથી પસાર થાય તે પહેલા જ ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. થોડી વાર બાદ મોરિયા અને મટોડા રેલવે સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. આરપીએફના જવાનો જવાનોએ રેલ્વે પાટાની આજુબાજુ તપાસ કરતા તે વખતે પાટાની આજુબાજુ ઝાડી ઝાખરમાંથી તેમજ પાણીના ખાબોચિયામાંથી તમામ 268 એન્કર ( ERC )મળી આવ્યા હતા. તમામ એન્કર ERC ફરીથી પાટા પર લગાવામાં આવ્યા હતા. આમ સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનાને લઈને મોરૈયા રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રેક મેન્ટનરે અજણાયા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જો કે આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. જો યોગ્ય સમયે આ ઘટનાની જાણ ન થઇ હોત અને તેના પરથી ટ્રેન પસાર થઇ ગઇ હોત તો મોટી રેલવે દુર્ઘટનાની શક્યતા હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news