ખોડલધામ: મંદિરમાં ધજા ચડાવવા માટે 100 લોકોને છુટ, ઓનલાઇન દર્શન કરવા લોકોને અપીલ
કોરોના મહામારીએ તમામ તહેવારોના રંગ ઉડાડી દીધા છે. જેમાં મા શક્તિને નવ દિવસ આરાધવાનો નવરાત્રી પર્વ પણ આવી ચુક્યું છે. ખોડલધામ મંદિરમાં આ વર્ષે પદયાત્રા અને રાસોત્સવ રદ્દ રાખવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી 100 ભાવિકો સાથે ધજા ચડાવવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્નપુર્ણાલય લોકો માટે ખુલ્લુ મુકાયું છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે જ લોકોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા. ખોડલધામ મંદિરમાં નવરાત્રીના નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ : કોરોના મહામારીએ તમામ તહેવારોના રંગ ઉડાડી દીધા છે. જેમાં મા શક્તિને નવ દિવસ આરાધવાનો નવરાત્રી પર્વ પણ આવી ચુક્યું છે. ખોડલધામ મંદિરમાં આ વર્ષે પદયાત્રા અને રાસોત્સવ રદ્દ રાખવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી 100 ભાવિકો સાથે ધજા ચડાવવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્નપુર્ણાલય લોકો માટે ખુલ્લુ મુકાયું છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે જ લોકોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા. ખોડલધામ મંદિરમાં નવરાત્રીના નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન કોરોના સંક્રમણ વધે નહી તે માટે મંદિરમાં રાસોત્સવ અને પદયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. પરંતુ લાખો ભાવિકો ઘરે બેઠા મા ખોડલના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજનના ભાગરૂપે સોશિયલ મીડિયા પર આરતીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. સાંજે 06.30 વાગ્યે માં ખોડલની લાઇવ આરતી લાઇવ સ્ટ્રીમ થશે. ઓફિશિયલ ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર આરતીના લાઇન દર્શનનો લાભ લઇ શકાશે.
Breaking : ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા કરી રહી છે વિચારણા
ખોડલધામના કેમ્પસ ઇન્ચાર્જ નિલેશ માથુકિયાએ જણાવ્યું કે, સરકારની નવી ગાઇડલાઇન અનુસાર ધ્વજારોહણ કાર્યક્રમમાં હવે 100 ભાવિકો હાજર રહી શકશે. તેમજ મંદિરનું પરિસર અને અન્નપુર્ણાલયને પણ ભાવિકો માટે ખુલ્લુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક પહેરવા જેવી તમામ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube