Rajkot News નરેશ ભાલિયા/રાજકોટ : લેઉઆ પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે ખોડલધામ મંદિર. 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિરને 7 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં 3 સંકલ્પ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક એટલે આરોગ્ય. જે અંતર્ગત રાજકોટના અમરેલી પાસે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન 21 જાન્યુઆરી કરવામાં આવશે. સવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની હાજરીમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ LED સ્ક્રીન પર બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેઉઆ પટેલ સમાજના દેશ-વિદેશમાં રહેતા લોકો પણ ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજનના સફળ આયોજન માટે 3000 થી 4000 જેટલાં સ્વયંસેવકો ખડેપગે રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદીરના આગામી 21 જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જવા રહ્યા છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય,શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન 21 જાન્યુઆરીના રોજ થવાનું છે.


લોકસભા પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો : કોંગ્રેસના 2000 કાર્યકર્તાઓને કેસરિયા કરાવ્યા


સાથે જ, આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ ભૂમિ પૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે LED સ્ક્રિન ઉપર બતાવવામાં આવશે. ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. 


અમદાવાદમાં ટ્રસ્ટની હોસ્પિટલની મોટી ભૂલ : મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની રોશની ગઈ


મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે. તેમજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં હોસ્પિટલના આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો. જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ, મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી ત્રણથી ચાર હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે.


ગુજરાત ભાજપના ધારાસભ્યની કારનો અકસ્માત : ભેંસ સાથે અથડાઈ કાર, MLA ઈજાગ્રસ્ત