Patidar Samaj : ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-2023 બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નરેશ પટેલે પાટીદાર યુવકોને હુંકાર કરતા કહ્યું કે, આપણે સવા કરોડ છીએ, જરૂર પડે તો ભેગા થઈ જવું. પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડા રાખતા થયા છે, મૂછોના આંકડા રાખવા પણ ઉપયોગ કરવો પડે ત્યારે કરી લેવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોડલધામ મંદિર એ લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક છે. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS 2023ની મીટ યોજાઈ હતી. નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખોડલધામમાં કન્વિનર મીટમાં નરેશ પટેલે નિવેદન આપ્યું કે, પટેલ સમાજ બહોળો અને ભોળો છે. પટેલ સમાજનો ફાયદો ખોટી રીતે લેવામાં આવી રહ્યો છે. શેરીમાં ઝઘડો થાય તો 5 સામે 50 હોય તો હટી જવું પડે. આપણે તો ગુજરાતમાં સવા કરોડ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં ભેગા થવું જોઈએ. પટેલ સમાજના યુવાનોમાં મૂછો રાખવાની ફેશન છે. આંકડાઓ રાખે છે તો જરૂર પડે ત્યાં ઉપયોગ પણ કરી લેવો. 


બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી કર્યો બફાટ, ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં પ્રવચન આપ્યું


જાણીતા કલાકાર ભાસ્કર ભોજકને દાહોદમાં નાટક ભજવ્યા બાદ આવ્યો હાર્ટએટેક, મૃત જાહેર