Rajkot Leuva Patiar patrikakand : ગુજરાત લોકસભાની ચૂંટણીમાં હોટસીટ બનેલી રાજકોટ બેઠક પર રૂપાલા વિવાદ બાદ લેઉવા પત્રિકા કાંડ ઉઠ્યો હતો. આ પત્રિકા કાંડથી પાટીદારોના કાન સરવા કર્યા છે. આ પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પણ પહોંચ્યો હતો. ત્યાારે હવે લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલનું આ મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી
આજે લોકસભાની ચૂંટણીમાં નરેશ પટેલે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે, લોકશાહીનો મોટો પર્વ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે. દરેક મત આપે અને લોકશાહીને જીવંત રાખે તેવી અપીલ કરું છુ. તો લેઉવા પાટીદાર સમાજની વાયરલ પત્રિકા પર નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, ચૂંટણીના દિવસોમાં આ બધુ આવવું સ્વભાવિક છે. ઉમેદવારો એકબીજા પર કોઈ પત્રિકા, કોઈ ઓડિયો કોઈ વિડીયો વાયરલ કરે તે સામાન્ય છે. ચૂંટણીમાં આવું બધું બનવાવું છે. લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલઝામ મોટી અને જવાબદાર સંસ્થા છે. તેનુ નામ ક્ચાંય વચ્ચે આવે તે અમે સ્વીકારતા નથી.  પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી. ખોડલધામ એક સામાજિક સંસ્થા છે. રાજકારણ સાથે તેને કોઇ લેવાદેવા નથી. 


અમદાવાદીઓ વોટ કરવામાં પાછળ પડ્યા, પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું


તો ક્ષત્રિય આંદોલન વિશે તેમણે કહ્યું કે, ક્ષત્રિય આંદોલન યોગ્ય સમયે યોગ્ય રીતે અટકી જવું જોઇતું હતું. ખોડલધામના નરેશ પટેલે મત આપી કહ્યું કે, ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં થવું જોઈતુ નહોતું. આ બનાવ એક ગુજરાતમાં ન બનવો જોઈતો હતો. ક્યાંય રોકી દેવામાં આવ્યો હોત તો મોટી વાત થાત. પરંતુ સમયની વાત છે, અને સમયમાં વાત થઈ તે મુજબ ચાલે છે. 


ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, EVM ખોટકાયા


ભાજપનો આક્ષેપ
રાજકોટ-લેઉવા પાટીદારની પત્રિકા વાયરલ કરવાનો મામલે ગઈકાલે ભાજપ દ્વારા CCTV ફુટેજ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના વોર્ડ નંબર ૧૧ પ્રમુખ મહેશ પીપળીયાએ CCTV ફુટેજ જાહેર કર્યા હતા. CCTV ફુટેજમાં યુવકો ઘરે ઘરે પત્રિકા વિતરણ કરતા નજરે પડ્યા હતા. વોર્ડ નંબર 11 ના ભાજપ પ્રમુખ મહેશ પીપળીયાએ જણાવ્યું કે, ફરિયાદ કરી તે પહેલા ચાર શખ્સો મવડી વિસ્તારમાં પત્રિકા વિતરણ કરતા પકડાયા હતા. આજીજી કરી એટલે જવા દીધા હતા. પકડાયેલા તમામ શખ્સો કોંગ્રેસના કાર્યકર છે. બીજા દિવસે પણ ફરી પત્રિકા વિતરણ કરતા નછુટકે ફરિયાદ કરવી પડી. કોંગ્રેસ વયમનસ્ય પેદા કરવા માટે લેઉવા પાટીદારના યુવકોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસે સામી છાતીએ આવીને લડવું જોઇએ. 


રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાસ્પદ નિવેદનની પણ અસર જોવા મળશે તે તો મતદાનના આંકડા બાદ જ માલૂમ પડશે. પરંતું બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે. એટલે કે, અહીં લેઉવા-કડવા પટેલ વચ્ચે ભારે જંગ જામ્યો છે. 


ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યો