જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં ગૃહ વિભાગનું મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ
PI Sanjay Padariya Suspend : રાજકોટમાં જયંતી સરધારા પર હુમલાની ઘટના બાદ પીઆઈ સંજય પાદરિયા પર મોટી કાર્યવાહી... સસ્પેન્ડ કરાયા... સીસીટીવીમાં દેખાયું કે જયંતી સરધારાએ સંજય પાદરિયાનો કોલર પકડ્યો... ત્યાર બાદ PI સંજય પાદરિયાને લાત મારવામાં આવી
Khodaldham Vs Sardardham Controversy : પાટીદારોની બે સંસ્થા સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો વિવાદ હવે વર્ચસ્વની લડાઈ બની છે. આ વિવાદ હવે નવું રૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે ગત રોજ રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર જુનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ કરેલ હુમલાની ઘટના મોટું એક્શન લેવામાં આવ્યું છે. PI સંજય પાદરીયાને સસ્પેન્ડ કરાયો છે. ગૃહ વિભાગ દ્વારા પાદરીયાને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો.
પાદરીયા નરેશ પટેલના માણસ છે?
ગુજરાતમાં પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. આર્થિક રીતે સદ્ધર કહેવાતા આ સમાજની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ છે. ગુજરાત વસતા પાટીદાર સમાજની બે મોટી સંસ્થાઓમાં કડવા પાટીદારોની ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને લેઉવા પાટીદારોની ખોડલધામ સંસ્થા કાગવડ. બન્ને મોટી સંસ્થાઓની સાથે અનેક નાની સંસ્થાઓ પણ છે. જેમાં સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતનો સમાવેશ થાય છે. સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આ હુમલો જેણે કર્યો તે પોલીસ ઈન્સ્પેક્ટર સંજય પાદરિયા નરેશ પટેલના માણસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
- પાટીદાર સંસ્થાઓમાં શરૂ થયો વિવાદ?
- શું ખોડલધામ અને સરદાર ધામમાં છે વિવાદ?
- વિવાદમાં કેમ આવ્યું નરેશ પટેલનું નામ?
- વિવાદ વ્યક્તિનો કે સંસ્થાનો?
- સરદાર ધામના ટ્રસ્ટી પર હુમલો કેમ?
પીઆઈ પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
પાટીદાર સમાજની અગ્રગણ્ય સંસ્થા સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલો હુમલો હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ટાઉન છે. .જયંતિ સરધારા પર જૂનાગઢના PI સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો. આ હુમલાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જયંતિ સરધારાએ પોતાના પર હથિયારથી હુમલો કરાયો હોવાનો આરોપ કર્યો હતો. જો કે જે ફુટેજ સામે આવ્યા તેમાં PIના હાથમાં હથિયાર હોય તેવું પ્રાથમિક રીતે તો નથી લાગતું. એવું દેખાય છે કે જયંતિ પોતે ગાડીમાંથી ઉતરીને પાદરિયા પાસે જાય છે. ત્યારબાદ બન્ને વચ્ચે મગજમારી થાય છે અને મારામારીમાં સરધારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આ ઘટના બાદ જૂનાગઢના PI સંજય પાદરિયા પર હત્યાના પ્રસાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસર
સીસીટીવીમાં શું દેખાયું
સમગ્ર મામલાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. લગ્ન પ્રસંગમાં કોઈ બાબતને લઈને જયંતિ સરધારા અને પી.આઈ સંજય પાદરીયા વચ્ચે ઉગ્ર વર્તનના CCTV ચેક કરતા જોવા મળ્યું કે, જયંતિ સરધારા દ્વારા સંજય પાદરીયાનો કોલર પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પીઆઇ પાદરીયાને લાત મારવામાં આવી હતી. પીઆઇનો કલર પકડ્યા બાદ અને લાત માર્યા બાદ પીઆઇ દ્વારા પાર્ટી પ્લોટની બહાર નીકળીને ઝપાઝપી કરવામાં આવી હતી. જેના બાદ જયંતિ સરધારા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટીદારોની બે સંસ્થા વચ્ચે વર્ચસ્વની લડાઈ
ખોડલધામ ટ્રસ્ટ વર્ષો થી લેઉવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ સામાજિક પ્રવૃતિઓની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ પણ ચલાવે છે. જેમાં GPSC અને UPSC સહિત સ્પર્ધાત્મક કલાસ ચલાવે છે. જોકે બે વર્ષ થી સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરી છે. સરદારધામ ટ્રસ્ટમાં લેઉવા અને કડવા બન્ને સમાજના આગેવાનો જોડાયા છે. ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેઉવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતી સરધારા પણ સરદારધામ સાથે જોડાયા અને 8 મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા. જયંતિ સરધારા જ્યાર થી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યાર થી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા. ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની છે.
નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ ભારત આવીને આ ઘટના પર શું બોલે છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ હુમલાની આ ઘટનાથી પાટીદાર સમાજમાં બે ભાગલા પડતાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
40 મુસાફરો ભરેલી બસ સુરતમાં બ્રિજ નીચે ખાબકી, ડ્રાઈવરને ઝોકું આવી ગયું