ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસર

Cyclone Fengal : તમિલનાડુના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટકવાનું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ 27 નવેમ્બર બુધવારે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સમયગાળા દરમિયાન, કુડ્ડલોર અને માયલાદુથુરાઈમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે, જુઓ શું કહે છે આગાહી. 

દેશમાં અહી ફરી મંડરાયો વાવાઝોડાનો ખતરો 

1/3
image

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ 27 નવેમ્બર બુધવારે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સમયગાળા દરમિયાન, કુડ્ડલોર અને માયલાદુથુરાઈમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેન્નાઈ સહિત ઘણા જિલ્લાઓમાં યલો અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના છે.

ચક્રવાતી તોફાનનો ખતરો

2/3
image

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના પ્રબળ જણાય છે. અત્યાર સુધીની માહિતી મુજબ, આ ડીપ ડિપ્રેશન ચેન્નાઈથી લગભગ 720 કિમી દક્ષિણ-પૂર્વમાં અને નાગાપટ્ટનમથી 520 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. હવામાન વિભાગે કહ્યું કે આ ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે.

વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે 

3/3
image

અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.