સોશિયલ મીડિયા પર શરૂ થઈ સરદારધામ Vs ખોડલધામ વોર, PI પાદરીયાના સમર્થનમાં આવી યુવા સમિતિ
PI Sanjay Padariya Suspend : સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરૂદ્ધ વફાદારની વૉર શરૂ... જયંતિ સરધારા પર થયેલ હુમલાનો મામલો.. ખોડલધામની યુવા સમિતિ કન્વીનરોની પોસ્ટ વાયરલ
Khodaldham Vs Sardardham : પાટીદારોની બે સંસ્થા સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો વિવાદ હવે વર્ચસ્વની લડાઈ બની છે. આ વિવાદ હવે નવું રૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલ હુમલાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરુદ્ધ વફાદારની વોર શરૂ થઈ છે. ખોડલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો તેમજ યુવાનો દ્વારા પીઆઈ સંજય પાદરીયાને સમાજના વફાદાર ગણાવતી પોસ્ટ મૂકવામાં આવી રહી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘સમાજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આપનાર સમાજના ઘરેણાં સમાન પી.આઈ શ્રી સંજય પાદરીયા સાહેબ’ આ ઉપરાંત I support and stand with him સહિતના સ્લોગન લખવામાં આવ્યા.
કોણે કહ્યું, કડવા પટેલો પસંદ નથી
હુમલાની ઘટના બાદ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ નિવેદન આપતા કહ્યું કે, પીઆઇ પાદરીયાએ મને કીધું હતું કે ‘કડવા પટેલો પસંદ નથી. કડવા પટેલો છેતરવાનું કામ કરે છે.’ જગ જાહેર છે કે પીઆઇ પાદરીયાએ નરેશ પટેલનો અંગત માણસ છે. હું પી.આઈ છું મેં કેટલાયને ખોય નાખ્યા છે.. તું પણ ખોવાઈ જાઇશ. ઉગ્ર થઈને હાથ ઊંચો કરતા મેં પગથી ધક્કો માર્યો હતો. આ મામલે સમાધાન થઈ જવું જોઈએ. કાયદો કાયદાનું કામ કરે છે. પીઆઇ કક્ષાની વ્યક્તિ આ રીતનું વર્તન કરે તે અશોભનીય છે. પીઆઇ પાદરીયાએ કેટલા કૌભાંડો કર્યા છે તે સમાજ જાણે છે. મને ખોડલધામ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અણગમો નથી.
ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસર
પાટીદારોની સંસ્થા વચ્ચે હરીફાઈ જેવું નથી
પાટીદાર વિવાદ અંગે આગેવાન હંસરાજ ગજેરાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, સમાજમાં આવું ઘણી વખત બને છે નાનું મોટું થાય તેની કોઈ રોકી ન શકે. સમાજના લોકો છે. પાટીદારની સંસ્થાઓ વચ્ચે કોઈ હરીફાઈ જેવું નથી. બધી સંસ્થાઓ કાર્યરત છે. વડીલોની સૂઝબૂઝને પગલે સમાજ આગળ વધ્યો છે. જ્યારે જ્યારે સમૃદ્ધિ અને વિસ્તાર વધે ત્યારે એવું થાય છે. સારા કામ કરવામાં આવે ત્યારે ઘણી વખત પ્રશ્નો ઊભા થાય. દાતાઓ પૈસા આપે દાન માટે ત્યારે તે સમાજને 125 ટકા કેમ આપવું તે જોવાનું અમારું કામ છે. સમાજ મોટો છે કાર્યકરો વધુ હોઈ ત્યારે એવું થાય. અમારા વડીલો એકત્ર થઈ વિવાદનો સુખદ અંત આવશે. વ્યક્તિ સંસ્થાથી જ ઓળખાય છે. ખોડલધામના કાર્યક્રમમાં અમે પણ રહ્યા છીએ. દરેક આગેવાન અને વ્યક્તિના વિચાર હોય છે. વ્યક્તિગત મામલો, સંસ્થા નિર્જીવ છે. સંસ્થાઓનું મેનેજમેન્ટ કોણ કરે છે તેના ઉપર આધાર રાખે છે. બંને સંસ્થાનું કામ સારું છે અને આગળ પણ કામ શરૂ થઈ રહ્યું છે.
હેરિટેજ સાઈટ લોથલ પર મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા દટાઈ, વિદ્યાર્થીનીનું મોત