7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ જીત્યો બ્રોન્ઝ
ભરૂચના શૂટર્સ ક્વોલિફાઈ થઈ ગયા હોય જે હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ શૂટિંગ ગેમમાં કરવા જઈ રહ્યા છે. રાઇફલ શૂટિંગમાં ભરૂચનું ગૌરવ કહેવાતી તેમજ 55મી સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ ગત માસમાં જ જીતી આવનાર ખુશી ચુડાસમાએ ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ 50 મીટર 0.22 રાયફલની 3 પોઝીશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ભરત ચુડાસમા/ભરત: ભરૂચના શૂટર્સ ક્વોલિફાઈ થઈ ગયા હોય જે હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ શૂટિંગ ગેમમાં કરવા જઈ રહ્યા છે. રાઇફલ શૂટિંગમાં ભરૂચનું ગૌરવ કહેવાતી તેમજ 55મી સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ ગત માસમાં જ જીતી આવનાર ખુશી ચુડાસમાએ ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ 50 મીટર 0.22 રાયફલની 3 પોઝીશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ માં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા, દિવ-દમણ, દાદરા અને નગર હવેલીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખુશી ચુડાસમાને 3 પોઝિશન ઇવેન્ટમાં 50 મીટર સ્મોલ બોર 0.22 રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખુશી ચુડાસમા, પૃથ્વીરાજસિંહ રાણા, પાર્થસિંહ રાજાવત, સુજલ શાહ, અધ્યયન ચૌધરી અને ધનવીર રાઠોડ માટે ક્વોલિફાય થઈ જતા ભરૂચ જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કરેલ છે.
ઈમ્પોર્ટેડ હથિયારો સાથે મોરબી હત્યા કેસનો આરોપી અને શાર્પ શૂટરની ATSએ કરી ધરપકડ
ખુશી ચુડાસમા, પૃથ્વીરાજસિંહ રાણા, પાર્થસિંહ રાજાવત, સુજલ શાહ, અધ્યયન ચૌધરી અને ધનવીર રાઠોડ નેશનલ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ જતા ભરૂચ જિલ્લા તેમજ રાજ્ય નું નામ રોશન કરેલ છે. હાલ તો ભરૂચના બધા જ શુટર સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે જ રમાનાર ઓલ ઇન્ડિયા જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપની પ્રેક્ટિસમાં જોતરાઈ ગયા છે. ભરૂચ ડિસ્ટ્રીકટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણાએ પણ તમામ શૂટર્સને મેડલ મેળવવા બદલ અને નેશનલમાં ક્વોલિફાઇ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આવનાર જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ સારું પ્રદર્શન કરી આવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. ભરૂચના બધા શૂટર્સ કોચ મિતલબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ માત્ર છ મહિનાની મહેનતમાં જ સારુ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.
જુઓ LIVE TV :