ઈમ્પોર્ટેડ હથિયારો સાથે મોરબી હત્યા કેસનો આરોપી અને શાર્પ શૂટરની ATSએ કરી ધરપકડ

વર્ષ 2018માં મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એક માસુમ બાળકના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી હિતેન્દ્ર સિંહ ઉર્ફે હિતુભા ઝાલાને ગુજરાત ATSએ અમદાવાદના બોપલ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSની ટીમને  મળેલી ચોક્કસ બાતમીના આધારે શાંતિપુરા સર્કલ પાસેથી બોપલ તરફ હિતુભા ઝાલાને ફોર્ચ્યુનર કાર સાથે જતો રોકવામાં આવ્યો હતો. અને પોલીસે વોન્ટેડ આરોપી હિતુભા ઝાલાની કારને રોકી તપાસ કરતા કાર માંથી એક ઈમ્પોર્ટેડ હથિયાર પણ મળી આવ્યું હતું.  

ઈમ્પોર્ટેડ હથિયારો સાથે મોરબી હત્યા કેસનો આરોપી અને શાર્પ શૂટરની ATSએ કરી ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: વર્ષ 2018માં મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એક માસુમ બાળકના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી હિતેન્દ્ર સિંહ ઉર્ફે હિતુભા ઝાલાને ગુજરાત ATSએ અમદાવાદના બોપલ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSની ટીમને  મળેલી ચોક્કસ બાતમીના આધારે શાંતિપુરા સર્કલ પાસેથી બોપલ તરફ હિતુભા ઝાલાને ફોર્ચ્યુનર કાર સાથે જતો રોકવામાં આવ્યો હતો. અને પોલીસે વોન્ટેડ આરોપી હિતુભા ઝાલાની કારને રોકી તપાસ કરતા કાર માંથી એક ઈમ્પોર્ટેડ હથિયાર પણ મળી આવ્યું હતું.  

કારમાં હથિયાર પકડાતા ATSની શંકા પ્રબળ બની અને કાર તપાસતાં વધુ એક દેશી બનાવટની પીસ્ટલ સાથે 5 કારતુંસ અને ઇમ્પોટેડ હથિયારના 8 કારતૂસ પણ મળી આવ્યા હતા. જોકે આ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પોલીસે પૂછપરછ કરતા આરોપી શખ્સ બે શખ્સો શાર્પ શુટર સાથે રાખતો હોવાનું ખુલ્યુ હતું.

વિધ્નહર્તાના વધાણામાં પણ પડશે મંદીનો માર, મૂર્તિના ભાવમાં 15થી20 ટકાનો વધારો

હાલ ATSએ હિતુભા ઝાલા ,2 શાર્પ શૂટર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી હિતુભા ઝાલાને મોરબીના આરીફ મીર સાથે જૂની અદાવત હોય તેને મારી નાખવા માટે પોતાની સાથે હાથિયાર રાખ્યા હોવાનું પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે. પરંતુ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મોરબી પોલીસને હત્યાના કેસમાં આરોપી સોંપવા તજવીજ હાથ ધરી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news