રાજકોટમાં અપહરણનો કિસ્સો : દાદી-ભાઈને બાઈક પર નીચે ઉતારીને ચાલક 8 વર્ષની બાળાને લઈને ભાગી ગયો
રાજકોટમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) બાદ છુટકારો થયો છે. અજાણ્યા બાઈક ચાલકે રાજકોટ (Rajkot) ના ભોમેશ્વરના ભરવાડપરામાંથી બાળાનું અપહરણ કર્યુ હતું. બાળકીના અપહરણની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. અપહરણની ફરિયાદ મળતાં જ પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી હતી. નાકાબંધીની અપહરણકર્તાને જાણ થતાં અપહરણ કરનાર યુવક બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. રસ્તા વચ્ચે એકલી ઉભેલી બાળકીને કાર ચાલકે જોતાં કારચાલકે પૂછપરછ કરી હતી. જેઓએ બાળકીને હેમખેમ પોતાના ઘરે પહોંચાડી હતી. પોલીસને આશંકા છે કે બાળકી પર અપહરણકર્તાએ દુષ્કર્મ (Rape) આચર્યુ છે. જેથી બાળકીનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવશે. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) બાદ છુટકારો થયો છે. અજાણ્યા બાઈક ચાલકે રાજકોટ (Rajkot) ના ભોમેશ્વરના ભરવાડપરામાંથી બાળાનું અપહરણ કર્યુ હતું. બાળકીના અપહરણની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. અપહરણની ફરિયાદ મળતાં જ પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી હતી. નાકાબંધીની અપહરણકર્તાને જાણ થતાં અપહરણ કરનાર યુવક બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. રસ્તા વચ્ચે એકલી ઉભેલી બાળકીને કાર ચાલકે જોતાં કારચાલકે પૂછપરછ કરી હતી. જેઓએ બાળકીને હેમખેમ પોતાના ઘરે પહોંચાડી હતી. પોલીસને આશંકા છે કે બાળકી પર અપહરણકર્તાએ દુષ્કર્મ (Rape) આચર્યુ છે. જેથી બાળકીનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવશે. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
ભાલકા તીર્થ : રાજભા ગઢવીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, નોટ ગણવા મશીન લાવવા પડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે શરદપૂનમના ગરબા હોઈ એક બાળકી તેના દાદી અને નાના ભાઈ સાથે મોડી સાંજે ગરબા રમવા ગઈ હતી. ગરબાથી પરત ફરતા સમયે પસાર થઈ રહેલા બાઈક ચાલક પાસેથી દાદીએ લિફ્ટ માંગી હતી. બાઈક સવારે ત્રણેયને બાઈક પર બેસાડ્યો હતો. તેણે આગળ જઈને દાદી અને ભાઈને બાઈક પરથી નીચે ઉતાર્યા હતા, પરંતુ બાળકી ઉતરે તે પહેલા જ તેણે બાઈક ભગાવ્યું હતું. ત્યારે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીની મિનીટોમાં નાકાબંધી કરી હતી. આગળ એક યુગલને બાળકી મળી આવી હતી, અને તેઓએ બાળકીને હેમખેમ ઘરે પહોંચાડી હતી.
શરદ પૂનમ : રાત્રે 12ને ટકોરે અંબાજી મંદિરના દરવાજા ખોલી માતાને દૂધ પૌંઆનો ભોગ ધરાવાયો
ત્યારે સમગ્ર કેસમાં 8 વર્ષની બાળાને અવાવરું સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શંકા ઉપજી રહી છે. ત્યારે આ મામલે મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થઈ શકશે. તો દુષ્કર્મ આચર્યા બાદ આરોપી બાળકીને પરત મુકવા જતો હતો ત્યારે બાઇક ખાડામા ગબડી પડ્યું હોવાની પણ ચર્ચા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અપહરણ કરનારની શોધખોળ હાથ ધરી છે. તેમજ બાઈક ચાલક પર કલમ 363, 376 અને 504 અંતર્ગત ગુનો નોંધ્યો છે. સમગ્ર કેસમાં બાઈક ચાલક કોઈ જાણભેદુ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :