Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસર

Get Rid Of Monsoon Insects: વરસાદ પડે કે તુરંત જ પાંખવાળા કીડા-મકોડાના ઝુંડ આવી પડે છે. સાંજે લાઈટ શરૂ થાય કે લાઈટની આસપાસ મોટી સંખ્યામાં આવા જીવજંતુઓ ફરવા લાગે છે. બારી દરવાજા બંધ કરી દેવાથી પણ ફાયદો થતો નથી. વરસાદી જીવાતમાં કેટલીક તો એવી હોય છે જે કરડી જાય તો ઇન્ફેક્શન થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને વરસાદી જીવજંતુઓથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપાય કરવાથી 10 મિનિટમાં જ પાંખવાળા જીવજંતુઓનો સફાયો થઈ જશે અને ઘરમાં એક પણ જીવાત દેખાશે નહીં. 

હળદર 

1/5
image

વરસાદ પછી નીકળતા જીવજંતુઓને દૂર કરવા હોય તો હળદરનો ઉપયોગ કરી શકાય છે. આવા જીવજંતુઓ જ્યાં વધારે એકઠા થતા હોય ત્યાં મીઠું અને હળદર સમાન માત્રામાં મિક્સ કરી છાંટી દેવું. થોડી જ મિનિટોમાં જીવજંતુઓ ગાયબ થઈ જશે. 

લવિંગ 

2/5
image

વરસાદ પછી ઘરમાં નીકળતા નાના નાના જીવજંતુઓને ભગાડવા માટે લવિંગનો પાવડર ઉપયોગી સાબિત થાય છે. લવિંગ નો પાવડર બનાવી પાણીમાં મિક્સ કરી તેને સ્પ્રે બોટલમાં ભરીને લાઈટની આસપાસ છાંટી દેવું. આ પાણી છાંટી દેશો એટલે જીવજંતુઓ તુરંત મરવા લાગશે.. 

વિનેગર 

3/5
image

વરસાદમાં જો ઘરને જીવજંતુઓથી મુક્ત રાખવું હોય તો વિનેગર સૌથી વધારે ઉપયોગી છે. ઘરની ભેજવાળી જગ્યાઓ અને લાઈટની આસપાસ પાણીમાં વિનેગર મિક્સ કરીને પોતું કરી દેવું. જમીન પર પોતા કરવાના પાણીમાં પણ વિનેગર મિક્સ કરી દેવું જોઈએ તેનાથી જીવજંતુઓ આવતા નથી. 

લીમડાનું તેલ

4/5
image

વરસાદી વાતાવરણમાં જો રસોડામાં વંદા વધારે નીકળવામાં લાગ્યા હોય તો એક વાટકીમાં બે ચમચી હળદર, એક ચમચી લીમડાનું તેલ અને પાંચ ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી એ બધી જ જગ્યાઓમાં લગાડો જ્યાં વંદા ફરતા હોય. બે ત્રણ દિવસ આ મિશ્રણ લગાડશો એટલે જ રસોડામાં એક પણ વાંદો નહીં ફરકે.

5/5
image