UP માં પણ નથી થતું તેવું ગુજરાતમાં ચાલુ થયું, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખુબ જ મહત્વના અધિકારીનું અપહરણ અને...
જિલ્લાના કડોદરા ખાતે અપહરણની એક ઘટના બની હતી. કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પેટા કોન્ટ્રાક્ટરના મેનેજર તેમજ ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે ગણતરીના કલાકોમાં કડોદરા પોલીસ તેમજ જિલ્લા SOG ની ટીમ દ્વારા તમામ અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આટલા મહત્વના અધિકારીનું અપહરણ કરવા પાછળનું કારણ ઘણુ ચોંકાવનારૂ છે.
કિરણસિંહ ગોહિલ/સુરત : જિલ્લાના કડોદરા ખાતે અપહરણની એક ઘટના બની હતી. કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પેટા કોન્ટ્રાક્ટરના મેનેજર તેમજ ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે ગણતરીના કલાકોમાં કડોદરા પોલીસ તેમજ જિલ્લા SOG ની ટીમ દ્વારા તમામ અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આટલા મહત્વના અધિકારીનું અપહરણ કરવા પાછળનું કારણ ઘણુ ચોંકાવનારૂ છે.
PM મોદીએ માથે સળગતી ઇંઢોણી મુકી ગરબે ઘુમી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, માસ્કની અનોખી પરંપરા
બુલેટ ટ્રેનનું કામ હાલ આખા રાજ્યમાં જોરશોરથી ચાલી રહ્યું છે. ગઈકાલે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર પલસાણા તાલુકાના અંત્રોલી ગામે કન્સ્ટ્રકશન સાઈટ પરથી સાઇટ મેનેજર અને ડ્રાયવરનું અપહરણ કરાયું હતું. એક કાળા કલરની કારમાં આવેલા ઇસમોએ પહેલા મેનેજર અને ડ્રાયવરને માર મારી અને ત્યારબાદ મેનેજર અને ડ્રાઇવરને કંપનીની કાર સહિત અપહરણ થઇ ફરાર થઇ ગયા હતા. જો કે કડોદરા પોલીસ અને જિલ્લા SOGની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આખા અપહરણનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહી
મેનેજર ગુપ્તા થોડા સમય અગાઉ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે કન્સ્ટ્રકશન સાઇટ ચલાવી રહ્યા હતા. ત્યાંથી સુરત ખાતે આવ્યા હતા. જો કે દહેજમાં કામ કરતા કામદારોના મજુરીના ૬ લાખ રૂપિયા જેટલી રકમ બાકી હોઈ છેલ્લા કેટલાક દિવસથી આ પૈસાને લઇ ચાલી રહી હતી. ગઈકાલે પણ પૈસાને લઇ અંત્રોલી ખાતે આવેલા અપહરણકારો અને સાઇટ મેનેજર વચ્ચે બબાલ થઇ હતી. જેને લઇ અપહરણકારોએ મેનેજર સાથે સાથે ડ્રાયવરને પણ માર મારી અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. સાથે સાથે કંપનીની બોલેરો કાર પણ લઇ ગયા હતા. જોકે કંપનીની બોલેરો કારમાં લાગેલા GPS સિસ્ટમએ આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અપહરણ કરતા તમામ લોકોને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સજોદ ગામેથી ઝડપી પાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube