* બોગસ કોલસેન્ટરમાં વધુ સફળતા પોલીસને મળી
* 31 આરોપીઓ બાદ વધુ એક યુવતી ઝડપાઇ
* કોલસેન્ટરમાં આવતી રકમ બેંકમાં જમા કરાવવાનું કરતી કામ
* બેન્ક એકાઉન્ટ મેઇન્ટેઇન કરવાનું અને ડેટા પ્રોવાઇડ કરવાનું કરતી કામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : સાયબર ક્રાઇમેં ગેરકાયદેસર ચાલતા વધુ એક કોલ સેન્ટરના 31 આરોપીઓને પકડયા બાદ હવે એક યુવતીની પણ આ કેસમાં ધરપકડ કરી. આરોપીઓ શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને ઊંચા વળતરની લાલચે છેતરપિંડી કરતા હતા. ઉલ્લેખનીય છે કે આ છેતરપિંડીનો ભોગ બનનાર એપીએમસીના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર અને વેપારી પણ બન્યા હતા.


IND vs ENG: અમદાવાદમાં રમાનારી ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં, GCA એ લીધો મોટો નિર્ણય


પોલીસ કસ્ટડીમાં દેખાતા આ તમામ આરોપીઓ અવનવી મોડેસ ઓપરેન્ડીથી લોકોને છેતરવામાં એટલા માહેર છે કે અત્યાર સુધીમાં તેમને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આરોપ લાગ્યો છે. મધ્યપ્રદેશના ઈંદોરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કરી છેતરપિંડી કરવાનું મોટુ કૌભાંડ પકડાયેલા 31 શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમને ઈન્દોરમાં રેડ કરી તમામની ધરપકડ કરી હતી. જે કેસમાં હવે એક આરોપી યુવતીની ધરપકડ કરાઈ.


માથુ ચકરાઇ જાય તેવી સુંદર અંજલીથી રહેજો સાવધાન! નહી તો ખાવાનાં પણ ફાંફા પડી જશે


આ ગેંગની છેતરપિંડી માટે અનોખી મોડેસ ઓપરેન્ડી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલા વ્યક્તિ અને એક વેપારી પણ ભોગ બનવામાં બાકાત નથીરહ્યા. તેમની પાસેથી પણ ૧૮ લાખ અને 30 લાખ રૂપિયાની રકમ રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરી ચૂક્યા છે. સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશની આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.


બગાસુ ખાતા પતાસુ મળ્યું? જમીન કેસમાં પકડાયેલો વ્યક્તિ 35 ગુનાનો હિસ્ટ્રી શીટર નીકળ્યો


ઉલ્લેખનીય છે કે મુંબઈની મહેતા ઈક્વિટી નામની પેઢીના નામે શેરબજારમાં પહેલા તેઓ રોકાણ કરાવતા અને લોકોને વધુ નફો અને ઊંચું વળતર મળશે તેમ કહી રૂપિયા ખખેરતા હતા. વધુ એક 30 લાખની ફરિયાદ નોંધાતા જ પોલીસે ઇન્દોરની શૈલી ગોયલની ધરપકડ કરી. આરોપી તેના અન્ય એક મિત્ર સાથે મળી કોલસેન્ટર ના પૈસા જમા કરાવવાના, બેન્ક એકાઉન્ટ મેઇન્ટેઇન કરવાનું અને કસ્ટમર ડેટા પ્રોવાઇડ કરવાનું તથા નાણાંનું મેનેજમેન્ટ કરવાના ભાગીદાર હતા. હાલ તો શૈલી પકડાઈ પણ તેનો મુખ્ય સાથીદાર વિનાયક પોલીસ પકડની બહાર છે. શૈલી અન્ય બોગસ કોલસેન્ટરમાં પણ ભાગીદાર હોવાનું બહાર આવી શકે છે. 9 માસથી આ કામ કરતી શૈલી અને વિનાયક 20 ટકા એક ટ્રાન્ઝેક્શન પર લેતી અને દર મહિને 40 થી 45 લાખ ઠગાઈના બેન્ક એકાઉન્ટમાં જમા કરાતા હોવાનું સામે આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube