દુકાન ખાલી કરવા જેવી સામાન્ય બાબતે આધેડની પાઇપના ફટકા મારી મારીને હત્યા
શહેરના સરદારનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં આધેડની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. કુબેરનગરમાં આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં દુકાન ભાડે રાખવા જેવી બાબતમાં આધેડની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. કુબેરનગરમાં આધેડની છ લોકોએ ભેગા મળી ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી આરોપી ફરાર થયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા કાકા-ભત્રીજાની ધરપકડ કરી છે.
પોતાના હોસ્પિટલરૂપી નોટો છાપવાના મશીન બંધ થતા, ખાનગી ડોક્ટર્સે કોર્પોરેશન પાસે કરી વિચિત્ર માંગ
સરદારનગર વિસ્તારમાં આવેલ નહેરુનગરમાં આધેડ અર્જુન સોલંકીને 6 શખ્સો ભેગા મળી હત્યા કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ છે કે, નહેરુનગરમાં રહેતા પ્રેમજી સોલંકીની એક દુકાન મૃતક અર્જુનના નાના ભાઈએ ભાડે રાખી હતી. જે દુકાન માલિક અને હત્યારા આરોપીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેને લઈ આરોપી શિવા વાધેલા, વિષ્ણુ વાધેલા સહિત 6 લોકોએ ભાડે રાખેલી દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી. સાંજે ધમકી આપ્યા બાદ થોડીક વારમાં આરોપીઓ આધેડ અર્જુન સોલંકી મૂઢ માર માર્યો હતો. જેમાં લોખંડની પાઈપના બે ત્રણ ફટકા મારી લોહી લુહાણ કર્યા બાદ આરોપીઓ દુકાનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. સરદારનગર પોલીસે હત્યા નો ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે.
નિર્દયતાની હદ હોય, થીજવી દે તેવી ઠંડીમાં નવજાત બાળકીને કપડા પહેરાયા વગર તરછોડાઈ, ટાઢથી થયુ મોત
પોલીસ ગિરફતમાં રહેલ કાકા શિવા વાધેલા અને ભત્રીજા દિલીપ વાધેલાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી કાકા ભત્રીજાએ આધેડ અર્જુન મૂઢમાર મારતા હતા. તેવામાં આરોપી શિવા વાધેલાનો પુત્ર કમલેશ અને વિષ્ણુ વાધેલા લોંખડ પાઈપના ફટકા માર્યા હતા. જેથી અર્જુનભાઈ ધટના સ્થળે મોત નીપજ્યું હતું. હત્યામાં ફરાર આરોપી વિષ્ણુ વાધેલા, મહેશ વાધેલા, કમલેશ વાધેલા અને અમરત વાધેલાની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અંગે અત્યાર સુધીનાં સૌથી મોટા સમાચાર, કૃપા કરીને ખાસ વાંચી લેજો
દુકાન પડાવવા છેલ્લા 15 દિવસથી ઝઘડો ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, આરોપીઓએ હથિયાર સાથે આંતક મચાવ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે. પરિવારે આરોપી સામે રક્ષણ માટે પોલીસ પાસે માંગ કરી હતી. આમથી એક આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યાના ગુના નોંધાયા છે. એક પરિવારે ઘરનો મોભી ખોઈ દેતા ન્યાયની માંગ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube