સુરતમાં કિન્નરોએ માગ્યા મુજબ દાપું ના મળતા યુવક પર કર્યો હુમલો
શહેરમાં કિન્નરોનો આંતક વધ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોડાદરાની માનસરોવર સોસાયટીની ઘટના છે. સાસાયટીમાં રહેતા એક રહિશને ત્યાં બાળકનો જન્મ થતા દાપું માગવા પહોંચેલા કિન્નરોએ બાળકના પિતા સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન કિન્નરોએ બાળકના પિતાનું માથું દિવાલમાં અથડાવ્યું હતું.
તેજસ મોદી, સુરત: શહેરમાં કિન્નરોનો આંતક વધ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગોડાદરાની માનસરોવર સોસાયટીની ઘટના છે. સાસાયટીમાં રહેતા એક રહિશને ત્યાં બાળકનો જન્મ થતા દાપું માગવા પહોંચેલા કિન્નરોએ બાળકના પિતા સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન કિન્નરોએ બાળકના પિતાનું માથું દિવાલમાં અથડાવ્યું હતું. જો કે, હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરોએ તેમને આઇસીયુમાં ખસેડ્યા હતા. આ બનાવને લઇ લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:- રાજ્યના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 11.5 ઈંચથી અનેક સ્થળે પાણી ભરાયા
સુરતના ગોડાદરાની માનસરોવર સોસાયટીમાં રહેતા ગેહરીલાલ કસ્તુરીને સંતાનમાં બે પુત્રી છે જ્યારે તેમણે ત્યાં ત્રીજા બાળકમાં પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ થતા તેઓ બે કિન્નરો દાપું માગવા તેમના ઘરે પહોંચ્યા હતા. કિન્નરોએ ગહેરીલાલ પાસે 21 હજાર રૂપિયાની માગ કરી હતી. જો કે, ગહેરીલાલે 7 હજાર રૂપિયા આપતા કિન્નરોએ તેમની સાથે માથાકૂટ કરી હતી. તે દરમિયાન કિન્નરોએ ગહેરીલાલને અપશબ્દો બોલ્યા અને અર્ધનગ્ન થઇ ગયા હતાં. ત્યાં ન રોકાતા તેમણે ગહેરીલાલને માર મારી તેમનું માથું દિવાલમાં અથડાવ્યું હતું.
આ પણ વાંચો:- તસ્કરોએ હજારો યાત્રીઓનો જીવ મુક્યો જોખમમાં, લોખંડનો દરવાજો અડધો કિમી ટ્રેન સાથે ઘસડાયો
ગહેરીલાલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેઓ બેભાન થઇને ફસડાઇ પડ્યા હતા. તે જોઇને કિન્નરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. જો કે, ગહેરીલાલને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા જણાવ્યું હતું કે, તેમની મગજની નસ ફાટી ગઇ છે. તેમની હાલત નાજુક છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ ગહેરીલાલની પત્નીએ લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને કિન્નરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ Live TV:-