રાજ્યના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 11.5 ઈંચથી અનેક સ્થળે પાણી ભરાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે મોસમનો કુલ વરસાદ 103 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વાપીમાં 11.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડીમાં 9.5 ઈંચ, ઉમરગામ, ગણદેવી, ઓલપાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે

રાજ્યના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 11.5 ઈંચથી અનેક સ્થળે પાણી ભરાયા

બ્રિજેસ દોશી, અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે મોસમનો કુલ વરસાદ 103 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વાપીમાં 11.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે પારડીમાં 9.5 ઈંચ, ઉમરગામ, ગણદેવી, ઓલપાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના અનેક વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. અમદાવાદના એસ.જી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું છે. અચાનક જ વરસાદ વરસવાને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સિવાય સહેરમાં ઇન્કમટેક્ષ બ્રીજ પાસે એક ઝાડ પણ ધરાશાયી થઈ ગયું હતું.

પંચમહાલ જિલ્લામાં ગત રાતથી વરસાદે વિરામ લીધો મોડી રાત્રી દરમિયાન ફરી એકવાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેને લઇને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહી છે. ત્યારે ગત 24 કલાકના વરસાદી આંકડા આ પ્રમાણે છે. જેમાં કાલોલમાં 0.72 ઇંચ, ગોધરામાં 1.28 ઇંચ, ઘોઘંબામાં 1.27 ઇંચ, મોરવા હડફમાં 0.22 ઇંચ, હાલોલમાં 0.72 ઇંચ અને શહેરામાં 0.16 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલ પંચમહાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ચોટીલા અને લખતર અને મૂડી તાલુકો ગ્રામવિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. લાખચોકીયા, રેશમિયા, ભીમગઢ જેવા તેમજ લખતર તાલુકા નળસરોવર કાંઠાના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. શહેરી વિસ્તારમાં મોડી રાત્રે પણ લાઈટ બંધ થતા લોકોને હેરાનગતી થઇ રહી છે. સુરત જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન સુરત જિલ્લામાં સૌથી વધુ ઓલપાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય જગ્યાઓ બારડોલીમાં 07 મિમી, ચોર્યાસીમા 24 મિમી, કામરેજમાં 03 મિમી, મહુવામાં 21 મિમી, માંડવીમાં 34 મિમી, માંગરોળમાં 15 મિમી, પલસણામાં 23 મિમી, ઉમરપાડામાં 06 મિમી અને સુરત સીટિમાં 47 મિમી વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ આ પ્રમાણે છે. ઇડરમાં 03 મિમી, ખેડબ્રહ્મામાં 03 મિમી, તલોદમાં 13 મિમી, પ્રાંતિજમાં 13 મિમી, પોશીનામાં 06 મિમી, વડાલીમાં 03 મિમી, વિજયનગર 07 મિમી અને હિમંતનગરમાં 10 મિમી વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ પાટણ જિલ્લા માં 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ આ પ્રમાણે છે. પાટણમાં 25 મિમી, ચાણસ્મામાં 08 મિમી, હારીજમાં 07 મિમી, સરસ્વતીમાં 36 મિમી, સિદ્ધપુરમાં 24 મિમી, સમીમાં 06 મિમી, રાધનપુરમાં 22 મિમી, સાંતલપુર 16 મિમી અને શંખેશ્વર 08 મિમી વરસાદ નોંધાયો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news