કિન્નરોનો પ્રેમ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો, ઉચ્ચ અધિકારીને પણ વળી ગયો પરસેવો
અમદાવાદમાં બે યુવકો અને બે કિન્નરો વચ્ચેની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની છે. જોકે, આ વાત જાણીને તમને થોડી વિચિત્ર લાગશે પરંતુ આ કિસ્સો શહેરના દાણીલીમડા વિસ્તારનો છે
ઝી ન્યુઝ, અમદાવાદ: કહેવાય છે કે 'મોહબ્બત ઓર જંગ મેં સબ કુછ જાયજ હૈ'. અમદાવાદના યુવક અને કિન્નર વચ્ચે પ્રેમ સંબંધનો કિસ્સો સામે આવ્યો છે. યુવકની ગેરહાજરીમાં તેની કિન્નર પ્રેમિકાને મળવા ગયેલા અન્ય યુવકને માર મારી તેમજ છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જોકે, પોલીસને જાણ થતા સ્થળ પર દોડી આવી હતી બંને યુવકોને પકડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. જે બાદ યુવકોને છોડાવવા કિન્નરો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોતાના કપડા ફાડી હંગામો મચાવ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બે યુવકો અને બે કિન્નરો વચ્ચેની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની છે. જોકે, આ વાત જાણીને તમને થોડી વિચિત્ર લાગશે પરંતુ આ કિસ્સો શહેરના દાણીલીમડા વિસ્તારનો છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા બે યુવક મુસીર શેખ અને ફિરોજ શેખ ઉર્ફે કાલીયા તે જ વિસ્તારના બે કિન્નરના પ્રેમમાં પડ્યા અને બંને લિવ-ઇનમાં રહેતા હતા. જોયા ઉર્ફે સલ્લુકે કિન્નરનો પ્રેમી મુસીર શેખ કોઈ કામથી બહાર જવાનું થયું હતું. જે બાદ ફિરોજ શેખ ઉર્ફે કાલીયા મુસીરની કિન્નર પ્રેમિકા જોયા ઉર્ફે સલ્લુકેને મળવા ગયો હતો.
વરસાદમાં મકાઈ ખાવાથી થયા છે ફાયદા, આ ત્રણ રીતે ડાયટમાં કરો સામેલ
આ વાતની જાણ પ્રેમી મુસીર શેખને થતા તેણે ફિરોજ શેખ ઉર્ફે કાલીયાને મળવા બોલાવ્યો હતો. મુસીર શેખના બોલાવવા પર ફિરોજ શેખ ઉર્ફે કાલીયા તેને મળવા દાણીલીમડા ખાતે ટોરેન્ટ પાવરની ઓફિસ પાસે છારાનગર બહેમપુરા ગયો હતો. જ્યાં મુસીર શેખે ફિરોજ શેખ ઉર્ફે કાલીયાને કહ્યું તું મારી પ્રેમિકા જોયા ઉર્ફે સલ્લુકેને મળવા કેમ જાય છે. જે બાદ ઉશ્કેરાઈને મુસીર શેખે ગંદી બિભત્સ ગાળો આપી ફિરોજ શેખ ઉર્ફે કાલીયા પર છરી વડે હુમલો કર્યો હતો. ફિરોજ શેખ ઉર્ફે કાલીયાના હાથ તેમજ અન્ય જગ્યાએ છરી વાગ્યાના નિશના હતા.
તમારી આંખોને સુંદર અને આકર્ષિત બનાવવા માત્ર કરો આ 3 ઉપાય
ત્યારે આ મામલે પોલીસનું કહવું છે કે, બંને યુવકો કિન્નરો સાથે લિવ-ઇનમાં રહેતા હતા. એક યુવકની ગેરહાજરીમાં બીજો યુવક તેના મિત્ર કિન્નરના ત્યાં ગયો હતો. જેની યુવકે દાઝ રાખી બીજા યુવકને મળવા બોલાવી છરીથી હુમલો કર્યો હતો. અમે મારામારીના ગુનામાં આરોપીઓને પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જ્યાં બંને નશાની હાલતમાં હતા. પોતાના પ્રેમીઓને છોડાવવા માટે કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં આવી હોબાળો મચાવ્યો હતો અને પોતાના કપડા ફાડી નાખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube