Kiran Patel : મહાઠગ  કિરણ પટેલના અમદાવાદ મેટ્રો કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી પરંતુ કોર્ટે 15 એપ્રિલ સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કિરણ પટેલના રિમાન્ડગાળામાં મોટા ખુલાસા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ગુજરાતના મહાઠગ કિરણ પટેલને જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. કિરણ પટેલને લઈને મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરૂવારે જમ્મુ કાશ્મીરથી કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી. અમદાવાદમાં લાવીને કિરણ પટેલનો કોરોના ટેસ્ટ પણ કરાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ વિરુદ્ધ કુલ 3 કેસ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી મેળવ્યો કબજો
મહાઠગ કિરણ પટેલની આ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી વિધિવત ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાતે કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી હતી. મોડી રાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઠગ pmo ના અધિકારી તરીકેની ઓળખ આપીને વિવિધ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. નાણાંકીય છેતરપિંડીથી લઈ સંવેદનશીલ જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી ઝેડ પ્લસ સુરક્ષા મેળવી કરી હતી કેટલીય વાર અતિ સંવેદનશીલ સ્થળોની મુલાકાત લઈ ચૂક્યો છે. અમદાવાદના સીંધુભવન અને ઘોડાસર સ્થિત બંગલા પચાવી પાડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો છે. તો કિરણ અને તેની પત્ની માલિની સામે ગુનો નોંધાયો છે. હાલ માલિની પટેલ જેલ હવાલે છે. 


પતિને માતા-પિતાથી અલગ કરવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે-હાઈકોર્ટનો મોટો ચૂકાદો


મોદી સરકારના આ પગલાંથી બદલાશે હજારો ગામડાઓની તસવીર, મળશે શહેર જેવી સુવિધાઓ


દેશનો પ્રથમ લડવૈયો, જેને ફાંસી આપવા જલ્લાદે પણ પાડી હતી ના


પોતાને પીએમઓના ટોચના અધિકારી ગણાવતા કિરણ પટેલની કસ્ટડી જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM)ની સૂચના બાદ ગુજરાત પોલીસને સોંપી દીધા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ ગુનાહિત કિરણ પટેલને કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે (4 એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, CJM શ્રીનગરે ગુરુવારે (6 એપ્રિલ) તેને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ કિરણ પટેલની કસ્ટડી ગુજરાત પોલીસ ટીમને સોંપી હતી.  અગાઉ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે. તેની પૂર્વ નેતાના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube