અતુલ તિવારી, અમદાવાદ: નવરાત્રિને હવે થોડા જ દિવસો બાદી રહ્યા છે. ત્યારે આ વખતની નવરાત્રિમાં ગુજરાતીઓ ધૂમ મચાવવાના છે. કેમ કે, દેશ વિદેશમાં પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરનારા જાણીતા સિંગર કિર્તિદાન ગઢવી આ વખતે નવરાત્રિમાં અમદાવાદીઓને થનગનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પ્રથમ વખત નવરાત્રીમાં 'ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ-2022' નું આયોજન થશે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન કેડી ફાર્મ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે આયોજન કરાશે. 100 થી વધુ શો યુએસએમાં તેમજ 2000 થી વધુ શો વર્લ્ડ વાઈડ કિર્તીદાન ગઢવી કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે નવરાત્રીના પ્રથમ છ દિવસ ગુજરાતના લોકલાડીલા ગાયક કિર્તીદાન ગઢવીનો લ્હાવો મળશે.


આ પણ વાંચો:- રાહુલ ગાંધીને કોઈક સમજાવો લોટ લીટરમાં ના મળે, તો કેજરીવાલને લઇ મંત્રીએ કહ્યું...


છેલ્લા બે વર્ષથી કોરોનામાં પાર્ટી પ્લોટ અને ક્લબમાં નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી. ત્યારે આ વખતે ખેલૈયાઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. જાણીતા સિંગર કિર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે, 'નવરાત્રી દરમિયાન આ વખતે મોકો અમદાવાદીઓ સાથે મળી રહ્યો છે, હું આ વખતે ઘણો ઉત્સાહી છું. અમદાવાદીઓને મનભરીને ગરબાના તાલે થીરકન કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. 


આ પણ વાંચો:- માત્ર 8 દિવસની બાળકીનો 2.50 લાખમાં કરાયો સોદો, આરોપી દિલ્હીથી લાવી રહ્યા હતા વડોદરા


કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ 2022 વિશાળ વિસ્તારમાં યોજાશે, જેમાં ઉચ્ચ ગુણવત્તા સાથેના થીમ બેઝ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર રહેશે. જાહેર સલામતી અને સેવા માટે પૂરતી પાર્કિંગ સુવિધા અને સુરક્ષા, બાઉન્સર, સીસીટીવી કેમેરાની વ્યસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube