રાહુલ ગાંધીને કોઈક સમજાવો લોટ લીટરમાં ના મળે, તો કેજરીવાલને લઇ મંત્રીએ કહ્યું...

ચૂંટણી સમયે આ પ્રકારના લોકો આવતા હોય છે. ગુજરાતની જનતાએ ક્યારેય પણ અખતરાઓ કરનારાઓ પ્રત્યે ધ્યાન નથી આપ્યું. ગુજરાતની જનતા શાણી છે

રાહુલ ગાંધીને કોઈક સમજાવો લોટ લીટરમાં ના મળે, તો કેજરીવાલને લઇ મંત્રીએ કહ્યું...

ગૌરવ દવે, રાજકોટ: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજરોજ રાજકોટની મુલાકાતે હતા. રાજકોટની મુલાકાતે આવેલા પુરુષોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતાં.

પુરષોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી પર નિશાન ટાંકતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને કોઈક સમજાવો કે લોટ લીટરમાં ના મળે રાજનીતિમાં થોડુંક સમજી વિચારીને આવે તો વધુ સારું. જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈ જણાવ્યું હતું કે, રાજનીતિ અને લોકશાહીની અંદર લોકોમાંથી જુદા જુદા પક્ષોને આગેવાનો ઊભા થતા રહેતા હોય છે.

ચૂંટણી સમયે આ પ્રકારના લોકો આવતા હોય છે. ગુજરાતની જનતાએ ક્યારેય પણ અખતરાઓ કરનારાઓ પ્રત્યે ધ્યાન નથી આપ્યું. ગુજરાતની જનતા શાણી છે. તેને સમજાવવાની જરૂર નથી કે ચૂંટણી સમયે આ પ્રમાણે સીઝનલ લોકો આવતા રહેતા હોય છે. તાજેતરમાં જે કહેવત સામે આવ્યો છે જેમાં વિશ્વના પાંચ અર્થતંત્રમાં ભારતનો સમાવેશ થયો છે.

ભારતે બ્રિટનને પછાડીને પ્રથમ પાંચમા પ્રવેશ કર્યો છે. જે ખૂબ જ ગર્વની વાત છે. તો સાથે જ લંપી વાયરસને લઈ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, લંપી વાયરસ લગભગ શાંત થઈ જવાના આરે છે. ગુજરાતના 14 થી 15 જિલ્લામાં લંપી વાયરસના કારણે પશુઓના મૃત્યુ થવાનો રેશિયો નીલ થવા પર છે. ગુજરાતમાં વેક્સિનેશન પણ મોટાપાયે કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news