રાજકોટઃ ધંધૂકામાં કિશન ભરવાડની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવક કિશનને ન્યાય અપાવવા માટે અનેક હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા છે. લોકો વિવિધ જગ્યાએ પ્રદર્શન કરી રહ્યાં છે અને આરોપીઓને આકરી સજા થાય તેની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે આજે જસદણ અને વીંછિયામાં વેપારીઓ બંધ પાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીંછિયા અને જસદણમાં વેપારીઓનું બંધનું એલાન
ધંધૂકામાં કિશન ભરવાન નામના યુવકની ટક્કરપંથીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. હવે આ મામલે ગુજરાતનો હિન્દુ સમાજ ખુબ રોષે જોવા મળી રહ્યો છે. લોકો વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી રહ્યાં છે. કિશન ભરવાડને ન્યાય અપાવવા માટે આજે જસદણ અને વીંછિયાના વેપારીઓએ બંધ પાડવાની જાહેરાત કરી છે. 


આ પણ વાંચોઃ પાટીલે કહ્યું, ગુજરાતનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, અસામાજિક તત્વોને છોડવામાં નહી આવે


જેતપુરમાં નિકળશે રેલી
તો જેતપુરમાં પણ આજે બંધ પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ આ બંધની જાહેરાત કરી છે. આરોપીઓને સજા થાય અને કિશન ભરવાડને ન્યાય મળે તે માટે આવેજનપત્ર પાઠવવામાં આવશે. અહીં લોકો રેલી કાઢીને મામલતદાર કચેરીએ આવેદન પાઠવવા પહોંચશે. 


કિશન ભરવાડની હત્યાના પડઘા
કિશન ભરવાડની હત્યાને પગલે અનેક સમાજના પડઘા પડ્યા છે. અનેક સમાજ દ્વારા બંધના એલાન કરાયા છે. તો લોકોએ રસ્તા પર ઉતરીને કિશન ભરવાડ માટે ન્યાયની અપીલ કરી છે. આ ઘટના અંગે ભાજપ પ્રદેશ પ્રમુખે નિવદેન આપ્યુ કે, આવી કોઈપણ ઘટના ચલાવી નહિ લેવાય. ગૃહમંત્રી કડક પગલા લઈ રહ્યા છે. કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને સાંખી નહિ લે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube