ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કિશનસિંહ તોમર અને તેમના પુત્રે મારામારી કરી હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અગાઉ પણ બોગસ ડિગ્રીના આધારે માધુરી તોમેરે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ ખુદ તેમના પિતા કિશનસિંહ તોમરે લગાવ્યો હતો. જ્યારે માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. શાહીબાગ પોલીસે કિશનસિહ સહિત ત્રણની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવાદ અને આક્ષેપો ફરી ટોક ઓફ ટાઉન બન્યા છે. કિશનસિંહ તોમરના ગેરકાયદેસર કન્સ્ટ્રકશનને લઈને માધુરી તોમરે કરેલી અરજીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટિમ તપાસ કરવા પહોંચી ત્યારે કિશનસિંહ અને માધુરી વચ્ચે લડાઈ શરૂ થઈ છે. આ લડાઈ એટલી ઉગ્ર બની કે પિતાએ દીકરી અને જમાઈને માર માર્યો હતો. આ ઘટનાને લઈને માધુરીએ પિતા કિશનસિંહ તોમર, ભાઈ કરણસિંહ અને ડ્રાઈવર ધીરેન્દ્ર યાદવ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી છે.


ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો


માધુરી અને તેના પિતા કિશનસિંહ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો આવ્યો છે. અગાઉ શેઠ સી.એલ શાળાનાં બોગસ ડિગ્રી મામલે  પિતા-પુત્રી જ સામસામે આવી ગયા હતા. અને એકબીજા પર આરોપ કરી રહ્યાં છે. બોગસ ડિગ્રી મામલે ખુદ કિશનસિંહ તોમેરે પુત્રી માધુરી તોમર પર આરોપ લગાવ્યો હતો કે, લખનૌ યુનિવર્સિટીનાં ખોટા સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી હતી. 


2014થી 10 હજાર લેખે 5 લાખથી વધુની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેને લઈને ગોમતીપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ હતી. પિતા-પુત્રીના પારિવારીક વિવાદો વચ્ચે શાહીબાગ પોલીસે પુત્રીની ફરિયાદ લઈને પિતા સહિત 3ની ધરપકડ કરી છે. જયારે પિતા કિશનસિંહની પણ પુત્રી વિરૂધ્ધ અરજી કરતા પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.  પિતા-પુત્રીના વિવાદમા બોગસ સર્ટીફીકેટ અને શિક્ષકની ભરતીના કૌભાંડ બાદ હવે ગેરકાયદે બાંધકામે વધુ એક વિવાદે અનેક સવાલ ઉઠાવ્યા છે. પિતા-પુત્રીની અંગત ઝઘડો છે કે, કૌભાંડ તે તપાસનો મુદ્દો છે.


જુઓ LIVE TV :