ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો

ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો થયો છે. તેઓ પોતાની ઈનોવા કાર લઈને મંદિરથી બોટાદ જવા નીકળ્યા હતા, ત્યારે ગઢડા મંદિરના ગેટ પાસે બે શખ્સો દ્વારા લોખંડની પાઈપથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ કારના આગળનો અને પાછળનો કાચ તોડી નાંખ્યો હતો. એટલું જ નહિ, એસ.પી સ્વામીને મારવા માટે કારની પાછળ બાઈક લઈને પીછો કર્યો હતો. ત્યારે એસપી સ્વામીએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એસપી સ્વામી સાથે કેટલાક સંતો પણ મતદાન મથકે પહોંચ્યા હતા. 

Updated By: Oct 14, 2019, 04:07 PM IST
ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો

રઘુવીર મકવાણા/બોટાદ :ગઢડા ગોપાનાથજી મંદિર (gadhada swaminarayan mandir) ના આચાર્ય પક્ષના એસપી સ્વામી (SP Swami) ની ગાડી પર હુમલો થયો છે. તેઓ પોતાની ઈનોવા કાર લઈને મંદિરથી બોટાદ (Botad) જવા નીકળ્યા હતા, ત્યારે ગઢડા મંદિરના ગેટ પાસે બે શખ્સો દ્વારા લોખંડની પાઈપથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ કારના આગળનો અને પાછળનો કાચ તોડી નાંખ્યો હતો. એટલું જ નહિ, એસ.પી સ્વામીને મારવા માટે કારની પાછળ બાઈક લઈને પીછો કર્યો હતો. ત્યારે એસપી સ્વામીએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એસપી સ્વામી સાથે કેટલાક સંતો પણ મતદાન મથકે પહોંચ્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :