અતુલ તિવારી/ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. 12 જૂન સાંજે 5 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના માથે હજું પણ મોટી ઘાત! 50થી 70 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન,આ ગામડાઓ માટે એલર્ટ


અગાઉ 8 જૂન એટલે કે આજે ઓનલાઈન ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આ સાથે જ જો કોઈ વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયો હોય તો બેઝિક ગણિતની પસંદગી સાથે ફોર્મ ભરી શકાશે. બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થી જો સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા ઈચ્છે તો પણ ફોર્મ ભરી શકશે. 


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે


ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવતી હોય છે.