Cyclone Biparjoy: ગુજરાતના માથે હજું પણ છે મોટી ઘાત! 50થી 70 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, આ ગામડાઓ માટે એલર્ટ જાહેર

Cyclone Biparjoy:બીપરજોય નામના સંભવિત વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.

Cyclone Biparjoy: ગુજરાતના માથે હજું પણ છે મોટી ઘાત! 50થી 70 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, આ ગામડાઓ માટે એલર્ટ જાહેર

Cyclone Biparjoy: ઝી બ્યુરો/ગાંધીનગર: બિપોરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ ફંટાઈ ગયું છે. વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટોછવાયો વરસાદ રહેશે. 

વલસાડના 28 ગામોને એલર્ટ
બીપરજોય નામના સંભવિત વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તો દરિયામાં ઓટ ચાલતી હોવાના કારણે દરિયો શાંત જોવા મળ્યો હતો. 

અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના
સમગ્ર ગુજરાત પર બીપરજોય નામના સંભવિત વવાઝોડાનો ખતરો સર્જાય રહયો છે. ત્યારે વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટિમો બનવવામાં આવી છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

જો વાવાઝોડાની વધુ અસરવલસાડ જિલ્લામાં વળતાય અને લોકોને જો સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તૈયારી જોવા મળ્યું ફહે વહીવટી તંત્ર દ્વારા સેલતર હોમો માટે પણ આગવી તૈયારી કરવામાં આવી છે. સાથે વલસાડ નગર પાલિકા દ્રારા વલસાડ શહેરમાં આવેલી જર્જરિત એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી છે, સાથે જો વાવાઝોડાની અસર વળતાય તો જર્જરિત એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે.

જામનગરનાં 22 જેટલાં ગામને અપાયું એલર્ટ 
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ ક્યાં ટકરાશે એ હજી ચોક્કસ નથી જણાવાયું, પરંતુ એની સંભવિત આગાહીને ધ્યાને લઈ જામનગર જિલ્લામાં 22 જેટલાં ગામો દરિયાકિનારે આવેલાં હોઈ, એને એલર્ટ કરવામાં આવ્યાં છે તથા એનડીઆરએફની ટીમ સાથે પણ કો.ઓર્ડિનેશન કરવામાં આવ્યું છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયાકિનારે આવેલાં 22 જેટલાં ગામના 70000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર સજ્જ છે.

વાવાઝોડાને લઈ વરસાદ થવાની સંભાવના
બિપોરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.

વાવાઝોડુ પોરબંદરના દરિયા કાંઠાથી 900 કિ.મી
અરબી સમુદ્રમાં સર્જાયેલુ બીપરજોય નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા તરફ ધીમી ગતીએ આગળ વધી રહ્યુ છે. પોરબંદરના દરિયા કાંઠાથી 900 કિલોમીટર જેટલા અંતર પર રહેલ આ વાવાઝોડાને લઈને પોરબંદરમાં વહિવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ જરુરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની શક્યતાને જોતા પોરબંદરના તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે અને બોટો અને પિલાણાને સલામત સ્થળે લાંગરી દેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

પોરબંદરના દરિયાકાંઠા આવેલ ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને જરુર પડ્યે સાયક્લોન સેન્ટર સહિતના સ્થળે ખસી જવા માટે જણાવાયુ છે. પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જણાવાયુ હતુ કે, હાલમાં વાવાઝોડાને લઈને સરકાર તરફથી જે પણ સુચનાઓ મળે છે તે અનુસાર પગલા લેવામાં આવી રહ્યા છે અને કોસ્ટગાર્ડ અને નેવી સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં રહીને કામગીરી કરી રહ્યુ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

ઉલેખ્ખનીય છે કે, વાવાઝોડાની અસરના ભાગરુપે પોરબંદર ચોપાટી પર આજે ઉેચા મોઝા ઉછળતા જોવા મળી રહ્યા છે અને દરિયો તોફાની બન્યો છે ત્યારે તંત્ર દ્વારા ચોપાટી સહિતના સલામતી રાખવા સુચના આપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news