અમદાવાદ: આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સ ગ્રુપ-Aનું પરિણામ 78.92 ટકા, ગ્રુપ-Bનું પરિણામ 67.26 ટકા અને ગ્રુપ-ABનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. જેમાં રાજકોટ રાજ્યમાં પહેલા નંબરે આવ્યું છે. ત્યારે બોટાદ જિલ્લામાં 84.12 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવ્યો છે. તો આ સાથે જાણીએ કયા જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી


રાજ્યમાં ધોરણ-12 સાયન્સમાં કુલ 1,24,694 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ફોમ ભર્યા હતા. જેમાંથી કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું છે. આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે રાજ્યની 35 એવી સ્કૂલ છે જેનું 100 ટકા પરિણામ આવ્યું છે.


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ : શૌચાલય કેર ટેકરના પુત્રની સિધ્ધિ, 99.60 percentile rank


ગુજરાતમાં સૌથી વધુ પરિણામ 84.47 ટકા સાથે રાજકોટ પ્રથમ સ્થાને છે. તો 84.12 ટકા સાથે બોટાદ જિલ્લો બીજા સ્થાને છે. ત્યારબાદ મોરબી- 84.02 ટકા, અમદાવાદ ગ્રામ્ય- 81.28 ટકા, મહેસાણા- 80.85 ટકા, ભાવનગર- 80.22 ટકા, જામનગર- 79.63 ટકા, સુરેન્દ્રનગર- 79.14 ટકા, સુરત- 77.85 ટકા, અમદાવાદ શહેર- 77.01 ટકા, કચ્છ- 76.45 ટકા, વડોદરા- 75.98 ટકા, બનાસકાંઠા- 75.44 ટકા, ગાંધીનગર- 75.08 ટકા, દેવભૂમી દ્વારકા- 75.00 ટકા, અમરેલી- 74.67 ટકા, જૂનાગઢ- 74.50 ટકા, પાટણ- 73.19 ટકા, ડાંગ- 71.00 ટકા, ગીર સોમનાથ- 68.51 ટકા, નવસારી- 67.11 ટકા, સાબરકાંઠા- 65.15 ટકા, ભરૂચ- 64.64 ટકા, પોરબંદર- 64.37 ટકા, ખેડા- 63.32 ટકા, દીવ- 62.30 ટકા, અરવલી- 61.80 ટકા, આણંદ- 60.34, વલસાડ- 55.16 ટકા, દમણ અને દાદર નગર હેવલી- 54.94 ટકા, પંચમહાલ- 52.53 ટકા, નર્મદા- 48.89 ટકા, તાપી- 48.71 ટકા, મહિસાગર- 45.59 ટકા, દાહોદ- 34.92 ટકા અને આ સાથે જ રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ 29.81 ટકા સાથે છોટા ઉદેપુર છેલ્લા સ્થાન પર છે.


ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: વિદ્યાર્થીઓએ 'ગણિત' બરોબર ગણ્યું


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ધોરણ 12 સાયન્સના પરિણામ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ 1.09 ટાક પરિણામ ઘટ્યું છે. ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 42 શાળા હતી જે ઘટીને 36 શાળા થઇ ગઇ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...