ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી
ધોરણ-12 સાયન્સનું સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. જેમાં 71.83 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. જે જોતા તમે કહી શકો તે વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓ ફરી એકવાર બોર્ડના પરિણામમાં બાજી મારી ગઇ છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ ગ્રુપ-Aનું પરિણામ 78.92 ટકા, ગ્રુપ-Bનું પરિણામ 67.26 ટકા અને ગ્રુપ-ABનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. ત્યારે ગત વર્ષની જેમ પણ આ વર્ષે વિદ્યાર્થીઓને પાછળ છોડીને વિદ્યાર્થીનીઓ આગળ નીકળી ગઇ છે.
વધુમાં વાંચો: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: શૌચાલય કેર ટેકરના પુત્રની સિધ્ધિ, 99.60 percentile rank
ધોરણ-12 સાયન્સનું સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. જેમાં કુલ 1,24,694 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ફોમ ભર્યા હતા. જેમાંથી કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 71.83 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. જે જોતા તમે કહી શકો તે વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થીનીઓ ફરી એકવાર બોર્ડના પરિણામમાં બાજી મારી ગઇ છે.
વધુમાં વાંચો: ધોરણ-12 સાયન્સ પરિણામઃ રાજ્યમાં ધ્રોલ કેન્દ્રનું સૌથી ઉંચુ પરિણામ, બોડેલી કેન્દ્રનું નીચું
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ પરિણામ જાહેર થયું છે. આ સાથે જ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પોતાનું પરિણામ જોઇ શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે