જ્યાંથી PAK કમાન્ડો ઘૂસ્યા હોવાની આશંકા છે તે કચ્છના `હરામી નાળા` વિશે ખાસ જાણો
પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાનના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક વિસ્તારમાં `હરામી નાળા` દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં આ નાપાક ચાલને પલટી નાખવા માટે તમામ બંદરો અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારવામાં આવી છે. આ બધા વચ્ચે એ જાણવું જરૂરી છે કે આખરે આ `હરામી નાળા` અને ગુજરાત કેમ આતંકીઓના નિશાન પર છે....
અમદાવાદ: પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાનના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક વિસ્તારમાં 'હરામી નાળા' દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં આ નાપાક ચાલને પલટી નાખવા માટે તમામ બંદરો અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારવામાં આવી છે. આ બધા વચ્ચે એ જાણવું જરૂરી છે કે આખરે આ 'હરામી નાળા' અને ગુજરાત કેમ આતંકીઓના નિશાન પર છે....
પાકિસ્તાની કમાન્ડો ગુજરાતમાં ઘૂસ્યા હોવાની આશંકા, કચ્છ સહિત બંદરો પર એલર્ટ
[[{"fid":"230846","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
જાણો હરામી નાળા વિશે
હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને વહેંચતી 22 કિમી લાંબી સમુદ્રી ચેનલ છે. તે બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિમી વિવાદિત સરહદનો ભાગ પણ છે. 22 કિમીનો એરિયા ધરાવતું 'હરામી નાળા' આમ જુઓ તો ઘૂસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન કહેવાય છે. આ જ કારણે તેનું નામ 'હરામી નાળા' પડ્યું છે. અહીં પાણીનું સ્તર હવામાનના કારણે સતત બદલાતુ રહે છે. આથી પણ તે અત્યંત ખતરનાક પણ મનાય છે.
એવું કહેવાય છે કે વર્ષ 2008માં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય માછીમારની બોટ કુબેરને સરક્રીક વિસ્તારથી પકડી અને ત્યાંથી તેઓ ગુજરાત આવ્યાં અને મુંબઈ પહોંચી ત્યાં હુમલો કર્યો. આ વિસ્તારમાં મોટાભાગે પાકિસ્તાનની ખાલી પડેલી નાવડીઓ મળી આવે છે. હરામી નાળાની અંદર માછલી પકડવા પર રોક છે. પરંતુ ત્યાં ઝીંગા માછલી અને રેડ સેમેન માછલી મળી આવી છે જેની ખુબ માંગ છે. આ જ કારણે આ નાળું ભારત અને પાકિસ્તાન બંનેના માછીમારો માટે પસંદગીની જગ્યા છે.
અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી
[[{"fid":"230847","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મુંદ્રા, દીનદયાળ પોર્ટની સુરક્ષા વધારાઈ
દીનદયાળ પોર્ટ (કંડલા) અને અદાણી દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ તથા રાજ્ય સરકારને અપાયેલી ગુપ્ત ચૂચના મુજબ પાકિસ્તાની કમાન્ડો હરામી નાળા, ખાવડા કે નજીકના વિસ્તારોમાંથી ભારતમાં ઘૂસી શકે છે. આ એલર્ટ એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કર્યા બાદ પાકિસ્તાન પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે. આ અગાઉ 27મી નવેમ્બરે નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે ગુપ્ત બાતમીના આધારે કહ્યું હતું કે જૈશ એ મોહમ્મદે પોતાની એક સમુદ્રી વિંગ બનાવી છે અને આતંકવાદીઓને પાણીની અંદર હુમલો કરવાની તાલિમ આપી રહ્યું છે.
જુઓ LIVE TV