અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા 26માંથી 26 બેઠક મેળવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તેના જ ભાગ રૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પક્ષ દ્વારા આ ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ આ ચૂંટણીમ પણ 10 સાંસદોની ટિકિટ કાપી નવા ચેહરાઓને મેદાનમાં ઉતારી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી લડવા અંગે નરેશ પટેલે આપ્યો આવો જવાબ


ભાજપની નો રિપીટ થિટરી અંતર્ગત સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે. જેમાં વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરના રામસિંહ રાઠવા, વલસાડથી કે.સી. પટેલ, સુરતથી દર્શનના જરદોશ, મહેસાણાથી જયશ્રીબેન પટેલ, પાટણથી લીલાધર વાઘેલા, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ, અમરેલીથી નારાયણ કાછડિયા, પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા અને અમદાવાદ પૂર્વથી પરેશ રાવલનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.


લોકસભા ચૂંટણીઃ તોગડિયા 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે


આ ઉપરાંત 11 સાંસદોની ટિકિટ આ લોકસભા નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જેમાં નવસારીથી સી.આર.પાટીલ, બારડોલીથી પ્રભુ વસાવા, દાહોદથી જશવંતસિંહ ભાભોર, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, આણંદથી દિલીપ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા, પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ, જામનગરથી પૂનમબેન માડમ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, રાજકોટથી મોહન કુંડારીયા અને અમદાવાદ પશ્ચિમથી ડો. કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...