લોકસભા ચૂંટણીઃ તોગડિયા 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે
પ્રવીણ તોગડિયાએ તેમની પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દેશના 12થી વધુ રાજ્યોમાંથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે
Trending Photos
અતુલ જી. તિવારી/ અમદાવાદઃ લોકસભા 2019ની ચુંટણી માટે પ્રવીણ તોગડિયાના 'હિન્દુસ્થાન નિર્માણ દળ' દ્વારા પક્ષનું ચુંટણીનું નિશાન પાણીની ટાંકી રાખવામાં આવ્યું છે. 'અબકી બાર હિન્દુત્વ કી સરકાર'ના નારા હેઠળ 'હિન્દુસ્થાન નિર્માણ દળ' તરફથી દેશની 100 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કરાયું છે. જેના માટે શુક્રવારે ગુજરાત (9), ઉત્તરપ્રદેશ (19), આસામ (7), હરિયાણા (1) અને ઓડીશા(5)ની કુલ 41 સીટના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. બાકીના ઉમેદવારોના નામની જાહેરાત આગામી યાદીમાં કરાશે.
આજે જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતની 26માંથી 9 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામ તેમજ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓના નામની પણ જાહેરાત કરાઈ હતી. 'હિન્દુસ્થાન નિર્માણ દળ' પક્ષ તરફથી ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, પંચમહાલ અને દાહોદ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
हमारे हिंदुस्थान निर्माण दल (एचएनडी)ने आज लोकसभा चुनाव २०१९ के उम्मीदवारोंकी पहली सूचि जारी की।इसमें ५ राज्योंके ४१ उम्मीदवार हैं।इन ५ राज्यों और बाकी राज्योंके अन्य उम्मीदवारोंकी दूसरी सूचि जल्द तैयार होगी।अब ना C ,ना B;अब हमारे A (AHP )की एचएनडी!सभी साथी काममें जुट गएँ हैं। pic.twitter.com/LXVaCRuNFy
— Dr Pravin Togadia (@DrPravinTogadia) March 22, 2019
હિન્દુસ્થાન નિર્માણ દળ (HND)ના ગુજરાતના ઉમેદવાર
બેઠક ઉમેદવારનું નામ
ગાંધીનગર અમરીશ પટેલ
કચ્છ પ્રવીણ ચાવડા
અમદાવાદ પૂર્વ ઋષિ વેકરિયા
અમદાવાદ પશ્ચિમ રતી.કે.ચૌહાણ
સાબરકાંઠા હસમુખ પટેલ
સુરેન્દ્રનગર દારજી દેકાવાડિયા
જૂનાગઢ ગોપાલ મોવલિયા
પંચમહાલ વિજયસિંહ રાઠોડ
દાહોદ રામસંગ કાલારા
પ્રવીણ તોગડિયા પોતે લોકસભાની ચુંટણી લડશે કે નહીં તે સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, મહિનાના અંતમાં યુપીમાં મળનારી પદાધિકારીઓની બેઠકમાં કાર્યકરો સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ચુંટણી લડીશ કે કેમ્પેઈન કરીશ તેનો નિર્ણય લેવાશે. કાર્યકરો તરફથી તોગડિયાને અયોધ્યા, મથુરા અને વારાણસીની બેઠકો પરથી ઉમેદવારી કરવાની સલાહ અપાઈ છે, પરંતુ હાલ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
ઉલ્લેખનીય છે કે, આશરે 40 દિવસ પહેલા જ પ્રવીણ તોગડિયાએ રાજકીય પાર્ટી 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ની જાહેરાત કરી હતી અને હવે દેશભરમાંથી આશરે 100 જેટલી બેઠકો પર ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે