ઝી બ્યુરો/ગાંધીનગર: જ્ઞાન સહાયકની ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે. સરકારે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય આપ્યો છે. જેથી હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકશે. અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની આ જાણીતી બેંકના 6 કર્મચારીઓએ કર્યો મોટો કાંડ, ફેરવ્યું લાખોનું ફલેકું


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર મક્કમ બની છે. આ સાથે જ્ઞાન સહાયક યોજનાને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય આપવામાં આવ્યો છે. જેથી હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકશે. મહત્વનું છે કે, પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કર્યા બાદ સરકારે કન્ફર્મેશન માટે સમય વધારો કર્યો છે.


આણંદના 200થી વધુ નાગરિકો ઇઝરાઈલમાં ફસાયા, પરિવાર ચિંતામાં, ભયાનક ધમાકાઓ સાંભળી...


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરવાની અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. મહત્વનું છે જ્ઞાન સહાયક ભરતી જ્યારથી જાહેર થઈ ત્યારથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જો કે આ વિરોધ વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ નોકરી મેળવવા માટે ફોર્મ ભર્યા છે.


ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી