પોશીના: કોલંદના ૬૨ વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ
માત્ર ૨૦ વર્ષની ઉંમરે બે બાળકો ખોળામાં અને એક બાળક પોતાના ઉદરમાં. એ પરીસ્થિતિની કલ્પના આપણને હચમચાવી મુકે છે. જેને આ જીવ્યું હોય તેની સ્થિતિ શું હોય? શાંન્તાબેન ને મળો તો જીવન કેવી રીતે જીવાય તે શિખવા મળે.
પોશીના: કોમન વેલ્થ ગેમ્સમાં મેરાબાઇ ચાનુએ ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવી ભારતનું નામ દુનિયામાં ગુંજતુ કરી નારી શક્તિનો પરીચય આપ્યો છે. ત્યારે એથ્લેટીક્સ સાથે જોડાયેલા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના કોલંદ ગામના ૬૨ વર્ષીય શાંતાબેન સોમેશ્વર બુંબડીયા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે. આ શબ્દો છે શાંતાબેનના. ૪૨ મી નેશનલમાં માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ચેન્નઈ તમિલનાડુ ખાતે ૨૭ એપ્રિલ થી ૧ મે ૨૦૨૨ દરમિયાન યોજાઇ હતી. જેમાં ૬૨ વર્ષિય શાંતાબેન સોમેશ્વર બુંબળીયાએ 300 મીટર હડલ્સમાં ગોલ્ડ મેટલ મેળવી ગુજરાત તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
આપણે નારી વંદના ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે શાંતાબેનની વાત અનેરો ઉત્સાહ પૂરો પાડે તેમ છે. શાંતાબેન ૧૯૮૬માં ફોરેસ્ટ વિભાગમાં જોડાયા તેમને રહેમરાહે આ નોકરી મળી હતી. તેમના પતિ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા આકસ્મિક મૃત્યુ થવાથી શાંતાબેન પર આભ ફાટ્યું હતું. માત્ર ૨૦ વર્ષની ઉંમરે બે બાળકો ખોળામાં અને એક બાળક પોતાના ઉદરમાં. એ પરીસ્થિતિની કલ્પના આપણને હચમચાવી મુકે છે. જેને આ જીવ્યું હોય તેની સ્થિતિ શું હોય? શાંન્તાબેન ને મળો તો જીવન કેવી રીતે જીવાય તે શિખવા મળે. ખુશ મિજાજી, શોખીન અને ખડતલ તંદુરસ્થ શરીર ૬૨ની ઉંમરમાં પણ જાણે ૨૬ના હોય તેવા યુવા દેખાય છે.
વડોદરાના શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૂ પીવડાવી કર્યા અપડલાં, મોંઢામાંથી ફીણ નિકળતાં માતાએ...
માત્ર દેખા જ નહિ પરંતુ રમતના મેદાન પર તેઓ ૨૬ના જ છે તેમ જ લાગે શાંન્તાબેન જણાવે છે કે, ૨૦૧૪માં પ્રથમ વખત તેમણે ફોરેસ્ટ વિભાગ તરફથી રમત માટે મોકવામાં આવ્યા હતા.પ્રથમ પ્રયાસમાં તેઓ રમતમાં બોન્ઝ મેડલ જીત્યા હતા. આ મેડલે અને તકે તેમના જીવનની દિશા બદલી. શાંતાબેન કહે છે કે ભારતનું કોઈ એવું રાજ્ય બાકી નથી જ્યાં હું રમતમાં ભાગ લેવા ગઈ ના હોવ કશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અસમ દરેક રાજ્યોમાં અનેક રમતોમાં જેવી કે ગોળા ફેંક, ડીથ્રો, દોડ, હડલ દોડ, શોર્ટ ફૂડ, જ્વેલિંગ થ્રો વગેરે અનેક રમતોમાં અત્યાર સુધીમાં અનેક ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ મેળવ્યો છે.
શાંન્તાબેન હાલમાં તેમનું નિવૃત જીવન જીવી રહ્યા છે પરંતુ રમતમાં તેઓ હાલ પણ નાના બાળકની જેમ પ્રવૃત છે. રમત-ગમતમાં અનેક ટ્રોફીઓ, સર્ટિફિકેટ અને મેડલ મેળવી તેમણે સિધ્ધ કર્યું છે કે જો તમે ઇચ્છો તો કોઇ પણ ઉંમરે સફળતા મેળવી શકો છે. ત્રણ સંતાનોની માતા અને છ બાળકોની દાદી-નાની હોવા છતાં આટલા ચુસ્ત અને યુવા છે. તેઓ જાણાવે છે કે, હું તો છેલ્લા શ્વાસ સુધી રમતી જ રહીશ.
શાંન્તાબેને પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે અનેક ઝંઝાવાતોનો સામનો કરી ત્રણ સંતાનોના ઉછેરમાં માતા-પિતાની બેવડી ભુમિકા ભજવી છે. હાલ તેઓ પોતાની નવી ઇનિંગમાં રમત ક્ષેત્રે કાઠુ કાઢી પોતાના જિલ્લા, રાજ્ય અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube