ગૌરવ દવે/ રાજકોટ: ગુજરાતમાં ચાલી રહેલી નાવા મંત્રીમંડળની શપથવિધિની અટકળો વચ્ચે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેની અનેક ચર્ચાઓનો દોર જોવા મળી રહ્યો રહ્યો છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે નો રિપીટ થિયરી સામે આવતા જૂના મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નો રિપીટ થિયરીને લઇને કુંવરજી બાવળિયાના સમર્થકો મેદાનમાં આવ્યા છે અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ કોળી સમાજની બેઠક બોલાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરવાની વાત સામે આવી છે તેને લઇને કુંવરજી બાવળિયા નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે પાટિદાર નેતૃત્વને લઇને ઓબીસી અને કોળી સમાજમાં પણ નેતૃત્વને લઇને ઉભા થયેલા જે સવાલો છે તે અંગે જૂનાગઢ અને જસદણથી સમર્થકો ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગર ખાતે કુંવરજી બાવળિયાના નિવાસ સ્થાને બેઠકના દોર શરૂ થયા છે. 


આ પણ વાંચો:- મોતની દાસ્તાન સાક્ષીની જૂબાની: પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર, મોતના મુખમાંથી આ રીતે બચ્યો ડ્રાઈવર; માલિકનું મોત


તો બીજી તરફ જસદણ વીંછિયામાં કુંવરજી બાવળિયાના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. કુંવરજી બાવળિયાનું કેબિનેટ મંત્રીનું પદ કપાશે તો તેને લઇને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જસદણ વીંછિયામાં ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાજપને જ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. કુંવરજી બાવળિયાના ભત્રિજા અજય બાવળિયાએ જસદણમાં કોળી સમાજના બોર્ડિંગ ખાતે કોળી સમાજની મીટિંગ બોલાવી છે. જેના સ્ક્રિન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 


આ પણ વાંચો:- જામનગરમાં જળપ્રલયથી ભારે જાનમાલનું નુકસાન, તબાહીથી પરેશાન પરિવારે લગાવી મદદની ગુહાર


આ સાથે જ જસદણ વીંછિયામાં ભાજપ સામે ભાજપનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કુંવરજી બાવળિયાને જ્યારે કેબિનેટ મંત્રીના પદને જોખમ છે, ત્યારે હવે કુંવરજી બાવળિયાને લઇને કોળી સમાજ મેદાનમાં આવ્યો છે. કુંવરજી બાવળિયાએ પણ સમાજને યાદ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અજય બાવળિયાએ સોશિયલ મીડિયામાં આ પ્રકારે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને તેના સ્ક્રિન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube