રઘુવીર મકવાણા/બોટાદ: કોળી સમાજના બે જૂથો આમને સામને આવી ગયા છે. ત્યારે કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવાને લઈ વિવાદ વકર્યો છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સસ્પેન્ડ કરવાને લઈ અજીત પટેલે ભૂલ સ્વીકારી લીધી છે, જ્યારે સામે પક્ષે અજીત પટેલે જણાવ્યું છે કે ભૂલ સ્વીકારવાની વાત ખોટી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ જિલ્લા કોળી સમાજના મુખ્ય આગેવાનોની કુંવરજી બાવળિયાના સમર્થનમાં બેઠક મળી હતી. જેમાં ગેર બંધારણીય રીતે કુંવરજી બાવળિયાને અજિત પટેલ દ્રારા સસ્પેન્ડ કરતા કોળી સમાજના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને તેમણે જણાવ્યું છે કે જરૂર પડ્યે આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસમેલન બોલાવવામાં આવશે. કુંવરજી બાવળિયાના સમર્થનમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો હાજર રહ્યા અને કુંવરજી બાવળિયા તુમ આગે બઢો ના નારા લાગ્યા હતા.


રાજકોટમાં કોળી સમાજના નેતા અને ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કોળી સમાજના વિવાદને લઈને સમગ્ર માહિતી આપશે. ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. ચંદ્રવદન પીઠાવાલાને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે કોર્ટ મામલો છે. અજિતભાઈ ગમે તે બોલે એનો કોઈ મતલબ નથી. અજિતભાઈ કોણ ચડાવે છે તે મારે નથી જોવાનું. મુદત આવે એટલે કેસ પાછો ખેચીશું. હાલમાં કોર્ટમાં કેસ પાછો ચાલે છે. બોર્ડ મિટિંગમાં એમના જ બે ચાર લોકો હાજર રહ્યા હતા. કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે, મેં કોઈ પત્ર લખ્યો નથી. 


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? છેલ્લાં 5 મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો


અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલે જણાવ્યું કે અગાઉ ઇલેક્શન થયું હતું. જૂથ વાદ સમાજમાં થયો છે કે નહીં તે વાતને તેમણે કહ્યું કે કુંવરજી બાવળિયા એ જૂથવાદ કર્યો છે. તેવું નિવેદન તેમને આપ્યું હતું. સમગ્ર વિવાદને લઇને કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠાવાલાએ નિવેદન કર્યું કે કમિટી દ્વારા લેવાયેલો નિર્ણય પાયા વિહોણો છે. કમિટીનો નિર્ણય સંવિધાન વિરુદ્ધ છે, તેમને નિર્ણય લેવાનો કોઇ અધિકાર જ નથી. આ કેસ એક કોર્ટની અંદર ચાલે છે. કોર્ટનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. અજીતભાઈ જો આવું કહેતા હોય તો એ સત્ય નથી.


આ વિશે મળતી માહિતી પ્રમાણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાને સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજના 50 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ગોલ્ડન જ્યુબિલી વર્ષના ઉજવણી પ્રસંગે અજિત પટેલ દ્વારા કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ કર્યાનું જાહેર કરતા કોળી સમાજ વચ્ચેનો જૂથવાદ સામે આવ્યો અને જેના પડઘા જિલ્લા સ્તર પર જોવા મળ્યા હતા.


બોટાદ જિલ્લા કોળી સમાજના મુખ્ય આગેવાનોની હાજરીમાં આજે કોળી સમાજની બોડીગ ખાતે કુંવરજી બાવળિયાના સમર્થનમાં બેઠક બોલાવવામાં આવી. આ બેઠક માં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા અને આ બેઠક રાજકીય નહિ પણ સામાજિક છે તેવું આગેવાનોએ જણાવ્યું. અજિત પટેલ દ્વારા કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવામાં આવેલ તે ગેરબંધારણીય હોય તેવો બેઠકમાં રહેલા કોળી સમાજના આગેવાનોએ જણાવી કોળી સમાજના દિગગજ નેતા કુંવરજી બાવળિયાનું અપમાન કરવાનો પ્રયાસ સાથે સમાજમાં ભાગલા પડવાની અજિત પટેલની નીતિ છે તેવા આક્ષેપ કરી રોષ વ્યકત કર્યો. 


આગામી દિવસોમાં જિલ્લા જિલ્લા કક્ષાએ કોળી સમાજની બેઠકો સાથે જરૂર પડ્યે ગુજરાત કોળી સમાજને એકત્રિત કરી મહાસંમેલન બોલાવવાનું પણ મીડિયા સમક્ષ આગેવાનોએ નિવેદન આપ્યું. ત્યારે કુંવરજી બાવળિયા માત્ર જસદણ વિસ્તાર ના નહિ પણ સમગ્ર ગુજરાત અને ભારતના 17 રાજ્યોના આગેવાન છે અને કુંવરજી બાવળિયા પ્રમુખ છે અને રહેવાના છે તેવું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું અને કુંવરજી બાવળિયાના સમર્થનમાં સૂત્રચાર કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube