રાજુ રૂપરેલિયા/દ્વારકા: કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ગુજરાતમાં તમામ શહેરોમાં થઇ રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા ચાંદીની ધજા અર્પણ કરવામાં આવી છે. ગાંધીનગરના હાથીજણથી પગપાળા ચાલીને આવેલા નંદુભાઇ પટેલે દ્વારકાધીશને ચાંદીની ધજા અર્પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગપાળા ગાંધીનગરથી દ્વારકા 14 દિવસની યાત્રા કરીને પગપાળા આવેલા ભક્તએ ભગવન દ્વારકાધીશને ચાંદીની ઘજા અર્પણ કરી છે. હાથીજણથી નંદુભાઇ પગપાળા હરિના માર્ગે ચાલ્યા અને ભાવથી ભગવાન દ્વારકાધીશ માટે તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચાંદીની ધજા અર્પણ કરી ધ્યનતાનો લાભ લીઘો હતો.


210 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો થયો પ્રારંભ, જાણો શું છે વિશેષતા


વહેલી સવારથી જ યાત્રાધામ દ્વારકામાં મંદિરમાં તૈયારી શરૂ કરી દેવમાં આવી હતી. મંદિર પરિસરમાં ભગવાનને રીઝવવા માટે ભજન અને કીરતન કરવામાં આવી રહ્યા છે. લોકોમાં મોટી સંખ્યામાં મેળાવળો જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશના મંદિરને લાઇટોથી જગમગ કરી દેવમાં આવ્યું છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


જુઓ LIVE TV