રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; `જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છે`
Kshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો. લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું હતું કે જો રૂપલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેની સામે વોટ આપશે.