Loksabha Election 2024: સરકાર ઢીલી પડી! રૂપાલાના દીકરાને ઉતારો પણ `રૂપાલા` નહીં, 2 દિવસ બાદ ફરી બેઠક
Rupala Controversy: ક્ષત્રિય સમાજની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. તો સરકારે પણ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી કાઢી છે.
Loksabha Election 2024: ક્ષત્રિયોના આક્રમક વિરોધ વચ્ચે રાજકોટથી રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ક્ષત્રિય સમાજની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. તો સરકારે પણ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી કાઢી છે.
ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!
- રાજકોટથી રૂપાલાએ શક્તિપ્રદર્શન કરી ભર્યું ફોર્મ
- રૂપાલાએ તો ફોર્મ ભરી દીધું, હવે શું કરશે ક્ષત્રિયો?
- ક્ષત્રિયોએ હવે શું આપ્યું નવું અલ્ટીમેટમ?
- રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો શું કરશે રાજપૂતો?
- મોડી રાત્રે મળેલી બેઠકમાં સરકારે શું કર્યું?
કેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકો
સમર્થકોના જમાવડા વચ્ચે પરશોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જ દીધું...પરંતુ હવે ક્ષત્રિયો શું કરશે તેના પર સૌની નજર છે. ક્ષત્રિયોને હજુ એવી આશામાં છે કે રૂપાલા 19 એપ્રિલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે. પરંતુ હાલ તો તેની દૂર દૂર સુધી કોઈ આશા લાગતી નથી. પરંતુ ક્ષત્રિયો હજુ આશાવાદી જોવા મળી રહ્યા છે. તો ક્ષત્રિયોએ પોતાની બીજી રણનીતિ પર પણ કામ શરૂ કરી દીધું છે. જો રૂપાલા પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે તો લોકશાહી ઢબે વિરોધ કરવાની ચીમકી ક્ષત્રિય સમાજે આપી દીધી છે. રાજપૂતોએ કહ્યું છે કે આ આંદોલન અત્યાર સુધી માત્ર રૂપાલા સામે હતું. પરંતુ જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સરકાર સામે પણ આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે.
UPSC ફાઇનલમાં ગુજરાતીઓનો જલવો! ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા, સૌથી વધુ પાટીદાર
ક્ષત્રિયો પર પોતાની એક જ માગ પર અડગ છે. તેમની એક જ માગ છે કે રાજકોટથી રૂપાલા ન જોઈએ. રાજકોટમાં વકરેલા આ વિવાદને શાંત કરવા અને ડેમેજ કંટ્રોલ માટે સરકારે પ્રયાસો શરૂ કરી દીધા છે. મોડી રાત્રે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી...બંધ બારણે યોજાયેલી આ બેઠકની કેટલીક એક્લુઝીવ જાણકારી ઝી 24 કલાકને મળી છે. તે મુજબ સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.
ક્ષત્રિયો જેનો વિરોધ કરી રહ્યા છે ભાજપના એ ઉમેદવારની મિલકત જાણી મગજ ચકરાઈ જશે!
ક્ષત્રિય સમાજ કહેશે તે પ્રમાણે રૂપાલા માફી માંગવા પણ તૈયાર છે. ધર્મગુરુ સમક્ષ રૂપાલાને માફી મંગાવી ડેમેજ કંટ્રોલના પ્રયાસ થઈ રહ્યા છે. તો બેઠકમાં સંકલન સમિતિએ એવું પણ કહ્યું છે કે, સરકાર સાથે અમારી કોઈ દુશ્મની નથી. ભાજપ સાથે પણ ક્ષત્રિયોને કોઈ વાંધો નથી. રૂપાલાના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવે તો વાંધો નથી. પરંતુ રૂપાલા તો ન જ જોઈએ તે માગ પર ક્ષત્રિયો અડગ રહ્યા છે. સરકારે બે દિવસ પછી ફરી એક બેઠક બોલાવી છે. જેમાં ક્ષત્રિય સંકલન સમિતિને ભોજનનું આમંત્રણ અપાયું છે.
ગુજરાતના આ જિલ્લામાં ભરઉનાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા! આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ
બેઠકમાં શું થયું?
- સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર
- ક્ષત્રિય સમાજ કહેશે તે પ્રમાણે રૂપાલા માફી માંગવા તૈયાર
- ધર્મગુરુ સમક્ષ રૂપાલાને માફી મંગાવી ડેમેજ કંટ્રોલના પ્રયાસ
- સરકાર સાથે અમારી કોઈ દુશ્મની નથીઃ સંકલન સમિતિ
- 'ભાજપ સાથે પણ ક્ષત્રિયોને કોઈ વાંધો નથી'
- 'રૂપાલાના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ અપાય તો વાંધો નથી'
- રૂપાલા તો ન જ જોઈએ તે માગ પર ક્ષત્રિયો અડગ
- સરકારે બે દિવસ પછી ફરી એક બેઠક બોલાવી
- ક્ષત્રિય સંકલન સમિતિને ભોજનનું આમંત્રણ અપાયું
તો ક્ષત્રિયો અને રૂપાલા વિવાદમાં હાલ સૌથી વધારે જો કોઈને ફાયદો થઈ રહ્યો હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસને જાણે આ આંદોલનથી બગાસું ખાતા પતાસુ મળી ગયું છે. તેથી કોંગ્રેસ પાર્ટી જ્યાં તક મળે ત્યાં મોકો છોડતી નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બળતા પર ઘી હોમવાનો પ્રયાસ કરતાં કહ્યું કે, કોઈ ગુનો કરે, અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય. રૂપાલાએ જે રીતે માફી માગી છે તે રીતે માફ ન કરવા જોઈએ.
1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ
જો રૂપાલાનું ફોર્મ પરત ન ખેંચાય તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈ મોટા નિર્ણયની જાહેરાત કરી શકે છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત રાજકોટથી કરવાના છે. ત્યારે સૌની નજર પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પર ટકેલી છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુજરાત આવી રહ્યા છે. ભાજપના આ બન્ને મોટા નેતાઓએ આગામી શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. સાથે જ ક્ષત્રિય સમાજ શું નવી રણનીતિ સાથે આગળ વધે છે તે પણ જોવાનું રહેશે.