ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!
Gujarat Rains: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્વિટ થયું છે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે ગુજરાતમાં આવનાર ચોમાસું કેવું રહેશે? તેને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં 106 ટકા વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ થશે. મતલબ કે આ વખતે લગભગ 92 સેમી વરસાદ પડી શકે છે.
જો કે સમગ્ર દેશમાં સરેરાશ ચોમાસું સારું રહેવાની આગાહી હોવાથી આ વખતનું ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. તો કુલ મળીને ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસામાં 104થી 110 ટકા સરેરાશ વરસાદ પડશે. અને ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું છેલ્લાં 15 વર્ષના ચોમાસા કરતાં સારું ચોમાસું રહેશે.
Trending Photos