`ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં`, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન
Loksabha Election 2024છ સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એમાં ગુજરાતમાં ચુંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને પગલે હાલ સમગ્ર રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ છે. રુપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. પરિણામે હવે ક્ષત્રિયોનું આંદોલન રૂપાલા પુરતું નહીં, પરંતુ ભાજપ વિરુદ્ધ શરૂ થયું હોય તેવું ચિત્ર ઉપસી આવતા ભાજપના ટોચના નેતાઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ડેમેજ કંટ્રોલ માટે બેઠકો કરી રહ્યા છે. ત્યારે આજે સીઆર પાટિલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજ ભાજપને ટેકો આપશે તેવું નિવેદન આપ્યું હતું.
અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..
નવસારીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખને પોતાનું સમર્થન જાહેર કર્યું. ક્ષત્રિય સમાજને ભાજપ સાથે કોઈપણ પ્રકારનો વિરોધ ન હોવાની વાત કરી ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે સુરત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની કાર્યાલય ખાતે એકઠા થઈને ભાજપના પ્રદેશ પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ભાજપને પોતાનો સમર્થન જાહેર કર્યું હતું.
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ગર્ભિત ધમકી, કહ્યું; 'આ કોઈના થયા નથી તો તમારા શું થશે'
તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન કર્યું હતું. તેને લઇ ક્ષત્રિય સમાજમાં રોશની લાગણી જોવા મળી રહી છે, પરંતુ તેની માફી પણ રૂપાલા દ્વારા માગવામાં આવી છે. ક્ષમા કરવામાં હંમેશા ક્ષત્રિય સમાજ આગળ રહ્યો છે. પોતાના શરણે આવેલા વ્યક્તિને રક્ષણ કરવામાં પોતાના જીવની આહુતિ આપી દીધી હોવાના પણ દાખલા ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભાજપને સમર્થન કરાવવા માટે આવ્યા છે.
દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીઓને...