હિતલ પારેખ/ગાંધીનગર : જંગી લીડથી જસદણ પેટા ચૂંટણીમાં ચૂંટી આવનાર કુંવરજી બાવળીયાએ આજે વિજય મુહૂર્તમાં ધારાસભ્યના શપદ લીધા હતા. આ માટે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ સાથે જ વિધાનસભામાં ભાજપની સંખ્યા 100 થઈ ગઈ છે. આ પ્રસંગે કૌશિક પટેલ અને ભૂપેન્દ્ર ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારે બાજુથી દેવામાં ભિંસાયેલા જામનગરના પરિવારની આત્મહત્યા, પલંગ પર પડી હતી 5 લાશ


જસદણની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોળી મતદારોમાં નવી નેતાગીરી ઉભરી છે. ત્યારે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિજય મૂહુર્તમાં શપશ લીધા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કુંવરજી બાવળિયાને શપથ લેવડાવ્યા હતા. ગઈકાલે કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું હતું, જેના કારણે બાવળિયાના અનેક કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ કુંવરજીને પણ શુભેચ્છા પાઠવી હતી અને ભાજપને વધુ મજબૂત બનાવવામાં સહભાગી થવા આશા વ્યક્ત કરી હતી. કુંવરજીએ બોટાદ-જસદણ વચ્ચેની રેલવે લાઈન અંગે ચર્ચા કરી અને ટ્રેન ફરી શરૂ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તો પ્રધાનમંત્રી ઉપરાંત બાવળિયાએ પશુપાલન, પાણી પુરવઠા અને ગ્રામ્ય વિકાસ વિભાગના મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.


Video: જીવની નથી પડી આ યુવાનોને, ઈડર ગઢ પર કર્યાં જોખમી સ્ટંટ


તાજેતરમાં જસદણની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને હરાવીને કોંગ્રેસનો ગઢ ગણાતા જસદણમાં ભાજપને જીત અપાવી હતી. તેઓ 19,985 મતોથી જીત્યાં હતા. આમ હવે કોંગ્રેસના ગઢમાં ભાજપનો આન બાન શાનથી પ્રવેશ થયો હતો. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.  2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો પર જીત મેળવી હતી. જસદણમાં હાલ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા કુંવરજી બાવળીયા અગાઉ કોંગ્રેસની ટિકિટ પરથી પાંચ વાર ચૂંટણી લડીને જીતી ચૂકેલા હતા.  
 


એક ક્લિક પર જુઓ સમગ્ર ગુજરાતના ન્યૂઝ