કુંવરજીની લોકપ્રિયતા યથાવત - ચોથીવાર 20 હજાર જેટલી લીડથી જીત્યા
કુંવરજી બાવળીયા જસદણ વિધાનસભાની ચૂંટણી આ પહેલા પાંચવાર જીતી ચૂક્યા છે. પરંતુ આ અગાઉ ક્યારેય તેમના માટે ચૂંટણી ચેલેન્જિંગ રહી ન હતી. પરંતુ આ પેટાચૂંટણીમાં કુંવરજીની શાખ દાવ પર લાગી હતી. ચૂંટણીના થોડા મહિના પહેલા જ તેમણે પક્ષપલટો કરીને પોતાનું રાજકીય ઘર બદલ્યું હતું. આ પક્ષપલટા બાદ તેમને જસદણની જનતા સ્વીકારશે કે નહિ તેના પર મોટો પ્રશ્નાર્થ હતો. પરંતુ જસદણની જનતાએ કુંવરજી પર જ પસંદગી ઉતારી હતી. આ પહેલાની પાંચ વખતની જીત અને જનતા માટે કરેલા કામોથી તેઓ જસદણવાસીઓના મગજમાં ઘર કરી ગયા હતા. જેને કારણે તેઓ આજે જંગી જીત મેળવી શક્યા હતા.
જસદણ : કુંવરજી બાવળીયા જસદણ વિધાનસભાની ચૂંટણી આ પહેલા પાંચવાર જીતી ચૂક્યા છે. પરંતુ આ અગાઉ ક્યારેય તેમના માટે ચૂંટણી ચેલેન્જિંગ રહી ન હતી. પરંતુ આ પેટાચૂંટણીમાં કુંવરજીની શાખ દાવ પર લાગી હતી. ચૂંટણીના થોડા મહિના પહેલા જ તેમણે પક્ષપલટો કરીને પોતાનું રાજકીય ઘર બદલ્યું હતું. આ પક્ષપલટા બાદ તેમને જસદણની જનતા સ્વીકારશે કે નહિ તેના પર મોટો પ્રશ્નાર્થ હતો. પરંતુ જસદણની જનતાએ કુંવરજી પર જ પસંદગી ઉતારી હતી. આ પહેલાની પાંચ વખતની જીત અને જનતા માટે કરેલા કામોથી તેઓ જસદણવાસીઓના મગજમાં ઘર કરી ગયા હતા. જેને કારણે તેઓ આજે જંગી જીત મેળવી શક્યા હતા.
બીજી તરફ કહી શકાય કે, આ જીત ભાજપની નહિ, પણ કુંવરજીની છે. 19985 લીડથી તેમણે કોંગ્રેસના અવસર નાકિયાને હરાવ્યો હતો. જોકે, તેઓ ચૂંટણી પહેલા પોતાની જીત થશે તેવી આશા વ્યક્ત કરી જ ચૂક્યા હતા. તેમની જીતના ગણિત તરફ જોઈએ તો, તો આ ચૂંટણીમાં તેઓ 20 હજાર જેટલી લીડથી જીત્યા છે. પરંતુ તેમની અગાઉની લીડની કેટેગરીમાં આ લીડ ચોથા સ્થાને છે. આ પહેલા ચાર વાર તેઓ 20 હજારની લીડથી જીતી ચૂક્યા છે. જેમાંથી 2007ની ચૂંટણીમાં તો તેઓ 25679 લીડથી જીત્યા હતા. જોકે, આ લીડથી એ સાબિત થાય છે કે, જસદણમાં કુંવરજીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી.
જસદણ વિધાનસભા બેઠકનો કુંવરજી બાવળીયાનો અત્યાર સુધીનો રેકોર્ડ
વર્ષ ઉમેદવારનું નામ પક્ષ મત સંખ્યા (જીતનાર ઉમેદવાર) જીતનો તફાવત (મતસંખ્યા)
2018 કુંવરજી બાવળીયા ભાજપ 90, 262 19985
2017 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 84321 9277
2007 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 64674 25679
2002 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 71296 20599
1998 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 40473 13300
1995 કુંવરજી બાવળીયા કોંગ્રેસ 46207 21604