કચ્છ: નલિયા એરબેઝની જાસૂસી કરતા 4 શખ્સો ઝડપાયા, PAKને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગિર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
રાજેન્દ્ર ઠક્કર (ભુજ) મૌલિક ધામેચા (અમદાવાદ): અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં કિશોર સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
મળતી માહિતી મુજબ પકડાયેલા યુવકોના નામ રફીક હજામ, અબ્બાસ પઢીયાર, અરબાઝ સુમરા અને એક સગીર યુવક છે. આ ચારેય યુવકો પર હાલ જાસૂસીનો આરોપ લાગ્યો છે. યુવકો મોથાળા એરફોર્સ સ્ટેશનના પ્રતિબંધિત વિસ્તારમાં ફોટા પાડતા પડ્યા હતાં. તેઓ એરફોર્સ સ્ટેશનની અંદર આવેલા રડાર સહિત પ્રતિબંધિત વિસ્તારના ફોટા પાડી રહ્યાં હતાં. નલિયા પોલીસ સ્ટેશનમાં ચારેય સામે અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. IPC કલમ 123,120બી, તથા ઓફિશીયલ સક્રિટ એક્ટની કલમ 3,9 મુજબ ફરિયાદ નોંધાઇ. યુધ્ધ જેવી સ્થિતિમાં દુશ્મનોને ફોટા ઉપયોગી થાય તેવું કાવતરૂ રચી ગુન્હો કર્યાનો આરોપ લાગ્યો છે. વધુ તપાસ પશ્ચિમ કચ્છ SOG કરશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube