ભુજ : ભચાઉ તાલુકાના તેમજ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ચોબારી ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખુબ જ નીચી ઉંચાઇ પર ઉડી રહેલા વિમાનનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નીચી ઉંચાઇએ ઉડી રહેલા વિમાનના કારણે ખુબ જ અવાજ પેદા થઇ રહ્યો હતો. ગામના ડરેલા લોકોએ સરપંચને જાણ કરતા આખરે સરપંચ ભચાઉ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ કરતા તે પ્લેન વાયુસેનાનું જ હોવાનું સામે આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતા અહેમદ પટેલને કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી


ગઇકાલે સરહદી ચોબારી ગામ ઉપર વિમાનોના ચક્કર લાગતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચોબારી ગામમાં ખુબ જ નીચે ઉડી રહેલા વિમાનોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ગામના સરપંચે ભચાઉના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા જાણ કરી હતી. જો કે બાદમાં જાણવા મળ્યું કે, ગામ પર રાઉન્ડ લગાવતા વિમાનો ભારતીય વાયુસેનાનાં હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ગામ લોકોને હાશકારો થયો હતો. જો કે ભારતીય વાયુસેના દ્વારા આ ચક્કર લગાવવાનું કારણ શું છે તે અંગે હજી સુધી કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. 


રાતોની રાતો દિવાલો જોઈને વિતાવી, જેલ કરતા પણ વિકટ સ્થિતિ જોઈ : ભરતસિંહ સોલંકી


સરહદી ચોબારી ગામના સરપંચ વેલજીભાઇએ જણાવ્યું કે, વિમાન દ્વારા અમારા ગામમાં ચક્કર લગાવવામાં આવી રહ્યા હતા. અમારુ ગામ સરહદી ગામ છે. જેના કારણે અમે દરેકે દરેક ગતિવિધિ પર બારીક નજર રાખીએ છીએ. હાલ જે પ્રકારે પાકિસ્તાન સાથે ટેન્શરન ચાલી રહ્યું છે તે જોતા ચોક્કસાઇ ખુબ જ જરૂરી છે. ત્યારે આ પ્લેનના ચક્કરની ગામ લોકોએ મને જાણ કરી હતી. અમે પોલીસને તત્કાલ જાણ કરી હતી. જો કે આ પ્લેનનાં વીડિયોનો શાંતિપુર્વક અભ્યાસ કરતા તે વાયુસેનાનું હોવાનું સામે આવ્યું છે. જેથી સમગ્ર ગામના લોકોને હાશકારો થયો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube