રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : માંડવી તાલુકાના હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કોરોના કાળમાં જુદી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાયકલને જાતે જ modified કરીને ebycycle બનાવવામાં આવી છે. જે સોલારથી ચાલે છે અને ચાર્જ થાય છે તથા વીજથી પણ ચાર્જ થાય છે. ઉપરાંત પેન્ડલથી તો ચાલે જ છે. ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષક દ્વારા digital mobile school નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલ ચોમાસામાં ઠેર ઠેર ઝાડીઓ વધી ગઈ છે ત્યારે અન્ય કોઈ વાહનથી જઈ શકાય તેમ ન હોતા આ ઈ સાયકલ દ્વારા વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા સરળતાથી શિક્ષક જઈ શકે છે. સાયકલ પર જ લેપટોપ અને સ્પીકર રાખીને આધુનિક રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: ટેનિસનો બોલ આપવાની લાલચે યુવકને બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું


ગુજરાતની પ્રથમ ebycycle ડિજિટલ શાળા થી બાળકો ને ઘેરઘેર શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે. ebycycle માં લેપટોપ યુનિટ ફિટ કરાયું છે. મસ્કાના શિક્ષકે બનાવી પ્રથમ ફરતી ebycycle ડિજિટલ શાળા (આધુનિક શિક્ષણ ) માંડવીના બાગ ગામે સ્થિત હુંદરાઇબાગ પ્રાથમિક શાળામાં કરાયો પ્રથમવાર નવતર પ્રયોગ. કોરોના મહામારીના સમયગાળામાં શાળા - કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા હાલ હાઇસ્કુલ ચાલુ થઈ છે. પ્રાથમિક શાળાઓ હજુ બંધ છે , ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવ્યો અને તેમણે રાજયની પ્રથમ હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. પરંતુ વરસાદ અને અન્ય કારણોસર રસ્તાઓ ખરાબ થયા કે વાડી વિસ્તારમાં ઝાડી ઝાંખરા વધી ગયા જેથી શિક્ષણ રથ જે કારમાં હતો તે છેક સુધી ના પહોંચતા દીપકભાઈ મોટાને નવો આઈડિયા સૂઝ્યો હતો. 


નીરજ નામની વ્યક્તી માટે ગીરનાર રોપવે ફ્રી ટીકીટ, એક દિવસમાં આટલા લોકોએ કરી ફ્રી સફર


વિચારને મૂર્તિમંત કર્યો હતો . જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાએથી કરવામાં આવ્યો હતો. મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાને ebycycle શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની ebycycle લેપટોપ, માઇક ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે.


અમદાવાદમાં AMC ના કર્મચારીની હત્યા છે કે આત્મહત્યા? પોલીસે વધુ તપાસ હાથ ધરી


વર્તમાન કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી . સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષા ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તો વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય અને મોડી સાંજે ઘરે આવે ત્યારે લેશન થાય કે ન થાય, આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર શરૂ કરાયેલી ડિજિટલ શાળા અભિનંદનીય છે , તેવો મત  વાલી દ્વારા વ્યક્ત કરાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube