અમદાવાદમાં AMC ના કર્મચારીની હત્યા છે કે આત્મહત્યા? પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચાર દિવસ અગાઉ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી AMC ના કર્મચારીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં નરોડા પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા ઝીણવટ તપાસ હાથ ધરી છે

અમદાવાદમાં AMC ના કર્મચારીની હત્યા છે કે આત્મહત્યા? પોલીસે વધુ તપાસ હાથ ધરી

ઉદય રંજન/ અમદાવાદ: ચાર દિવસ અગાઉ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી AMC ના કર્મચારીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં નરોડા પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા ઝીણવટ તપાસ હાથ ધરી છે.

ગત 4 ઓગસ્ટ 2021 ના રોજ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને લઇને નરોડા પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું હતું કે આ મૃતક વ્યક્તિનું નામ છે અશોક યાદવ અને જે સરદારનગર ખાતે આવેલ ભદ્રેશ્વર સોસાયટીમાં રહે છે અને AMC ઇજનર વિભાગમાં સુપરવાઈઝર તરીકે ફરજ પર છે. ત્યારે મૃતક અશોક યાદવનું મોત કઈ રીતે થયું છે એ જાણવા માટે નરોડા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી અને લોકોની પૂછ શરુ કરી હતી.

નરોડા પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે બનાવના દિવસે પહેલા આ મૃતક અશોક યાદવને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો હતો. જ્યાથી એક રીક્ષા ચાલકે તેને રીક્ષામાં બેભાન અવસ્થામાં બેસાડ્યો હતો પછી રીક્ષા ચાલકે જગાડવાનો પ્રયાસ કર્યો પણ મૃતક અશોક યાદવ જાગ્યો નહિ. જેથી રીક્ષા ચાલક ડરી ગયો હતો અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી મૂકીને ફરાર થયો હતો. ત્યારે નરોડા પોલીસે રીક્ષા ચાલકની પણ કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ તેમાં પણ ફળદાયી હક્કીકત પોલીસને મળી ન હતી.

ત્યારે નરોડા પોલીસ અલગ અલગ પાસા પર તપાસ શરુ કરી હતી. તો જાણવા મળ્યું હતું કે મૃતક અશોક યાદવ પર 30 થી 40 લાખનું દેણું હોવાનું સામે આવ્યું છે. ત્યારે અશોક યાદવની હત્યા છે કે આત્મહત્યા અંગે પોલીસે વધુ પુરાવા હાથ મેળવા માટે અને સાયન્ટિફિક પુરાવા ભેગા કરવા માટે એફએસએલમાં નમૂના મુકવામાં આવ્યા છે જેના પરિણામ આવ્યા બાદ વધુ ખયાલ આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news